હાસ્યઅનેભયનોડબલડોઝ: ‘ફાટીને?’ ફિલ્મરિવ્યુ”

ફાટી ને ? એક ગુજરાતી હોરર-કોમેડી છે જે ભૂતિયા હવેલીમાં એક રાત વિતાવવા મજબૂર બનેલા બે પોલીસ અધિકારીઓની આસપાસ ફરે છે.તેમની નોકરી બચાવવાના ભયાવહ પ્રયાસ તરીકે જે શરૂ થાય છે તે એક અણધાર્યા સાહસમાં પરિવર્તિત થાય છે જે વિલક્ષણ એન્કાઉન્ટરો, ચમત્કારી દુર્ઘટનાઓ અને એક રહસ્યમય રહસ્યથી ભરેલું હોય છે જે આકર્ષક રીતે પ્રગટ થાય છે. હાસ્ય અને સ્પુક્સના અનોખા મિશ્રણ તરીકે આ ફિલ્મ કોમેડી અને હોરર વચ્ચે સંતુલન જાળવી રાખે છે.

ફિલ્મમાં પદમલાલ પરમલાલના મિત્ર છે. બંને દરેક બ્લન્ડર સાથે કરે છે. પરમલાલ પદમલાલને કહે તે અનુસરે છે. તે એક ઓસ્ટ્રેલિયન યુવતીના પ્રેમમા છે. ક્લાઈમેક્સમાં મહેશ-નરેશના પાદરની આંબલી ઠેઠે… ગીતમાં મઠિલાના વેશમાં જંડ સાથેનો ડાન્સ લોકોને પેટ પકડીને હસાવે છે. તેઓ માવા ખાતા રહે છે અને માવાનો ફિલ્મમાં મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે.

ઉલ્લેખનીય છે કે, આકાશ ઝાલાએ જંડના રોલમાં લોકોને ડરાવ્યા છે. તો બાબા ભૂત મારીનાના રોલમાં ડેમિન ત્રિવેદીએ એક એક પણ લોકોને ખડખડાટ હસાવ્યા છે અને ચેતન દૈયાએ વિક્રમજીતના રોલમાં દમદાર એક્ટિંગ કરી છે.

મહત્ત્વનું છે કે, આ આખી ફિલ્મ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં શૂટ થઈ છે. આ ફિલ્મ મેલબોર્નમાં જ આકાર લે છે. આ ફિલ્મ ગુજરાતની ડોલ્બી એટમોસ સાઉન્ડ ફિલ્મ છે. જેનું સાઉન્ડ ડિઝાઈન એ. આર. રહેમાનના સ્ટુડિયોમાં થયું છે. આ ફિલ્મમાં પહેલીવાર મોશન ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. આ ફિલ્મમાં 4 સોંગ છે. જેમાં બે ગીત ગુજરાતના મ્યુઝિક ડિરેક્ટર સોડમ નાયકે કોલા છે. ત્રીજું ગીત ચેન્નઈના મ્યુઝિક ડિરેક્ટર દીપક વેણુગોપાલમ આપ્યું છે. આ સાથે તેમણે આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કર્યું છે. ચોથું આપણા મહેશ-નરેશનું બહુ જ એક્ઝિસ્ટિંગ સોંગ પાદરની આંબલી હેઠે… મંજૂરી સાથે લીધું છે.

https://sambodhanmagazine.com/wp-admin

૫/૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *