વડોદરાની ફૂડ સેગમેન્ટમાં પિઝ્ઝા કયુએસઆર ચેઈન ધરાવતી અને કોમોડિટી બિઝનેસ કરતી નિયોપોલિટન પિઝ્ઝા એન્ડ ફુડ લિમીટેડ કંપની આઈપીઓ લાવી છે. આ આઈપીઓ BSE એસએમઈ પ્લેટફોર્મ તારીખ ચાર ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. નિયો પોલિટન પિઝ્ઝા એન્ડ ફુડ લિ.ના પ્રમોટર મુકુન્દ પુરોહિત અને આરતી મુકુંદ પુરોહિત છે. વર્ષ 2011 થી શરૂ થયેલી આ ફૂડ કંપની હાલમાં 22 આઉટલેટ ધરાવે છે. જેમાં ગુજરાત ઉપરાંત કાશી, બિહાર ,પુના માં પણ તેની હાજરી ધરાવે છે. આ આઈપીઓ ફંડ થકી કંપનીના વધુ 16 આઉટલેટ ખુલશે અને ફ્રેન્ચાઇઝ નેટવર્ક વિસ્તાર કરશે. ઉપરાંત કંપનીએ અમેરિકામાં પોતાની સબસીયડરી કંપની સ્થાપી છે જેનો એક સ્ટોર ચાલુ છે, ત્યાં પણ આઈપીઓ થકી વિસ્તરણ કરવામાં આવશે. ક્વિક સર્વિસ રિટેલ- ક્યુએસઆર આઉટલેટ ની સાથે કંપની કોમોડિટી ટ્રેડિંગ સાથે પણ સંકળાયેલી છે. કંપનીનો નાણાકીય વર્ષ માર્ચ 2023 માં રેવન્યુ રૂ.20.04 કરોડ હતું તે માર્ચ 2024 માં રૂ.44.01 કરોડ રહ્યો હતો અને કંપનીનો માર્ચ 2023 માં નફો રૂ.1.16 કરોડ હતું તે માર્ચ 2024 માં 2.10 કરોડ રહ્યો છે .
You may also like
-
જ્વેલરી વર્લ્ડ 2025 : અમદાવાદમાં થશે ભારતની સર્વશ્રેષ્ઠ જ્વેલરીનું શોકેઝ
-
વિપ્રોએ 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા
-
ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની જી.એસ.ટી.માં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી અંગે બેઠક મળી
-
અમદાવાદમાં ‘બાયોયુગ ઓન વ્હીલ્સ’નું સફળ આયોજન – કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તરફ જાગૃતિ
-
ભારતનું પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાનું મિશન: નિકાસમાં 4 ગણી વૃદ્ધિનું લક્ષ્ય
