3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ ભાવનગરની મહેમાન બની

•        ફિલ્મમાં દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે

•        આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે

•        ટ્રેલર લિંક – https://www.youtube.com/watch?v=QKRiPoTZ2Ss

ગુજરાત : 3 જાન્યુઆરી, 2025 થઈ રહેલ ફિલ્મ “કાશી રાઘવ”ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ છે. ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા દિર્ગ્દર્શક છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું હતું, જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂશ્રી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મના પ્રમોશન અર્થે દીક્ષા જોશી, જયેશ મોરે, શ્રુહદ ગોસ્વામી તથા ફિલ્મના લેખક- દિર્ગ્દર્શક ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે રસપ્રદ વાતો શેર કરી હતી.

ફિલ્મની ટેગલાઇન છે -“કરમ જ ઉગારે ને કરમ જ ડુબાડે, કરમ જેનો કાઠલો ઝાલે, પછી કોઈ નો આવે એની વારે”- જે આપણને ઘણું બધું સમજાઈ જાય છે કે આ ફિલ્મ”કર્મ” પર આધારિત છે ઘણાં સબંધોની મૂંઝવણ અને અને લાગણીઓનો ઉમંગ દર્શાવે છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્મ છે જેમાં, દીક્ષા “પ્રોસ્ટિટ્યૂટ”ના અલગ જ અવતારમાં જોવા મળશે. આવું કદાચ કોઈપણ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર બતાવવામાં આવ્યું છે. કાશી (દીક્ષા જોશી) તેની ગુમ થઈ ગયેલ દીકરીને શોધે છે અને પછી શું થાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. કાશી રાઘવ” હિન્દી ફિલ્મોને પણ ટક્કર આપશે તે તો નક્કી જ છે. ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મનું મ્યુઝિક પણ અવ્વ્લ કક્ષાનું છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. અગાઉ રેખા ભારદ્વાજનાં અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ લોરી સોન્ગ “નીંદરું” લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યંત પ્રખ્યાત જુબિન નૌટિયાલના અવાજમાં ગવાયેલ ગંગા સોન્ગ પણ તાજેતરમાં જ રિલીઝ કરાયું છે. આ બંને સિંગર્સે પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો આવાજ આપ્યો છે તે ખરેખર  ગર્વની વાત કહેવાય.

ફિલ્મમાં કાશી વિશ્વનાથ, વારાણસી, કોલકાત્તા, ગુજરાત, મુંબઈ  વગેરે પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આવું કદાચ કોઈ રિજનલ ફિલ્મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ જતન પંડ્યા, જ્હાન્વી ચોપરા અને ધ્રુવ ગોસ્વામી દ્વારા સહ-લિખિત છે.

આ ફિલ્મની ચર્ચા હવે થવા લાગી છે કારણકે આ અનોખો વિષય ગુજરાતી સિનેમામાં લગભગ પ્રથમ વાર આવી રહ્યો છે. દીક્ષા જોશી અને જયેશ મોરે એ પોતાના અભિનય થકી ચાર ચાંદ લગાડી દીધા છે કે જે દર્શકોને જરૂરથી પસંદ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *