ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકારના નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન (NTTM) હેઠળ ATIRA ખાતે ૦૬ થી ૨૨ જુલાઈ ૨૦૨૬ દરમિયાન યોજાયેલ “ફંડામેન્ટલ્સ ઓફ ટેકનિકલ ટેક્સટાઈલ્સ એન્ડ કમ્પોઝિટ્સ” (TG-1) વિષય પરનો સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ (SDC), ૨૨ જુલાઈ ૨૦૨૬ના રોજ ATIRA કેમ્પસ ખાતે યોજાયેલા સમાપન સમારોહ સાથે પૂર્ણ થયો હતો. અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા આ ૧૨૦-કલાકના કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટેકનિકલ ટેક્સટાઈલ્સ અને કમ્પોઝિટ મટિરિયલ્સમાં ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યો કેળવવાનો હતો, જેમાં સંસ્થાકીય અને ઉદ્યોગના નિષ્ણાતોના પેનલ દ્વારા ઔદ્યોગિક મુલાકાત અને પ્રાયોગિક નિદર્શન (હેન્ડ્સ-ઓન ડેમોન્સ્ટ્રેશન) શામેલ હતા. આ કોર્સ ૩૯ સહભાગીઓ (જેમાં ૧૯ યુવતીઓ સામેલ હતી) દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.
સમાપન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રગ્નેશ શાહ (ડાયરેક્ટર, ATIRA), ડૉ. નિલય એન. ભુપતાની (પ્રિન્સિપાલ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ), શ્રી ઉન્મિષ દીક્ષિત (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન), પ્રો. ડી. વી. બિહોલા (ટેક્સટાઇલ ટેકનોલોજી વિભાગના વડા, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ) અને શ્રી કે. શિવ શંકર (ટેકનિકલ હેડ, ઉર્જા પ્રોડક્ટ્સ પ્રા. લિ.) ઉપરાંત રિસોર્સ પર્સન્સ અને તમામ ૩૯ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અભ્યાસક્રમમાં ઔદ્યોગિક અને ટેકનિકલ ટેક્સટાઈલ્સનું વર્ગીકરણ અને તેનો ઉપયોગ; વણાટ (weaving), બ્રેડિંગ (braiding), નીટિંગ (knitting), નોન-વોવન (nonwovens) અને ઈલેક્ટ્રોસ્પિનિંગ (electrospinning) સહિત ફેબ્રિક બનાવવાની પદ્ધતિઓ; કમ્પોઝિટ મટિરિયલ્સ અને ઉત્પાદન પ્રક્રિયાઓની મૂળભૂત બાબતો; હાઇ-પર્ફોર્મન્સ ફાઇબર્સ અને કાર્બન ફાઇબર/પ્રીપ્રેગ ટેકનોલોજી; તેમજ મિકેનિકલ, ફાયર, ઇલેક્ટ્રિકલ અને નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ સહિતની ટેસ્ટિંગ અને ક્વોલિટી એશ્યુરન્સ પદ્ધતિઓ આવરી લેવામાં આવી હતી. આ ઉપરાંત, સહભાગીઓએ કમ્પોઝિટ મેન્યુફેક્ચરિંગ યુનિટની ઔદ્યોગિક મુલાકાત પણ લીધી હતી.
સભાને સંબોધતાં મહાનુભાવોએ ભારતીય ઉદ્યોગો માટે ટેકનિકલ ટેક્સટાઈલ્સ અને કમ્પોઝિટ્સના વધતા મહત્વ વિશે તથા આ ક્ષેત્ર માટે કુશળ કાર્યબળ (સ્કીલ્ડ વર્કફોર્સ) તૈયાર કરવા સંશોધન સંસ્થાઓ, શૈક્ષણિક જગત અને ઉદ્યોગો વચ્ચેના ગાઢ સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમગ્ર કોર્સ દરમિયાન ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ સહભાગીઓની પ્રશંસા કરી હતી અને તેમને તેમના શૈક્ષણિક તેમજ વ્યાવસાયિક ક્ષેત્રે આ નવા કૌશલ્યોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. સફળતાપૂર્વક મૂલ્યાંકન કરાયેલા તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું, ત્યારબાદ ડૉ. કામેશ્વર રાવ (આસિસ્ટન્ટ ડાયરેક્ટર, ATIRA) દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
You may also like
-
ગાંધીનગર ખાતે ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM ૨૦૨૬ નો ભવ્ય પ્રારંભ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા
-
JSW MG Motor India એ 2026 HECTOR STORM સિરીઝ લોન્ચ કરી.
-
અમદાવાદના ‘જીમ લોન્જ’ના કર્મચારી એ કર્યું રૂ. ૧.૬૬ કરોડનું કૌભાંડ: મેમ્બરશિપના નામે ગ્રાહકો અને માલિક સાથે છેતરપિંડી કરનાર કર્મચારીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
-
બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા ‘તત્વિનિટી (Tatvinity)ની અનોખી પહેલ – બિઝનેસ સ્ટ્રેટેજી, કોન્શિયસનેસ અને સ્પિરિચ્યુઅલ ગ્રોથને સાથે લાવતો નવો અભિગમ
-
EDII ખાતે 8મું ડૉ. વી. જી. પટેલ સ્મૃતિ વ્યાખ્યાન અને નેશનલ એન્ટરપ્રેન્યોર ટ્રેનર-મોટિવેટર એવોર્ડ્સ
