૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ’નો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ (MAARAN) નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયા બાદથી જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી, અને હવે ટ્રેલર રિલીઝ થતા જ આતુરતાનો અંત આવ્યો છે. આ અર્થપૂર્ણ અને ભાવનાત્મક ફિલ્મ આવનારી ૩૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં મોટી સ્ક્રીન પર રજૂ થવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. કેવી રીતે જઈશ, બે યાર, રોંગ સાઈડ રાજુ જેવી અદભુત ફિલ્મ નિર્માતા ‘સિનેમેન પ્રોડક્શન્સ’ (CineMan Productions)ના પ્રતિષ્ઠિત બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક જૈન દ્વારા કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ફિલ્મના ખાસ પોસ્ટર અને રિલીઝ ડેટનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે ફિલ્મની ટીમને આ રાષ્ટ્રીય સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવી હતી અને ગુજરાતી સિનેમાના આ અર્થપૂર્ણ પ્રયાસની પ્રશંસા કરી હતી.
આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રહેતા સમાજના ઊંડા અને ગંભીર પાસાઓ, માનવીય સંવેદનાઓ, વાસ્તવિક સંબંધો અને જીવનના કઠિન નિર્ણયોને ખૂબ જ સુંદર અને સચોટ રીતે પડદા પર રજૂ કરે છે. ગુજરાતી સિનેમાના લોકપ્રિય અને પ્રતિભાશાળી કલાકારો યશ સોની અને દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેમની દમદાર એક્ટિંગ અને કેમિસ્ટ્રી ટ્રેલરમાં જ દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. તેમની સાથે સુહદ ગોસ્વામી, તર્જની ભાડલા અને અભિનય બેંકર જેવા અનુભવી કલાકારોએ પણ મહત્વપૂર્ણ પાત્રો ભજવીને વાર્તાને વધુ મજબૂત બનાવી છે.
આ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શકોને મનોરંજન સાથે એક સાર્થક સામાજિક વિચાર આપવાનો રહ્યો છે. ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ જ ભવ્ય અને ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. વાર્તા ફિલ્મનું સૌથી અગત્યનું પાસું છે અને કોઈપણ મુખ્ય પાત્ર વગર પણ ફિલ્મને રજૂ કરી શકાય એ બાબતે દર્શકોના મનમાં આશ્ચર્ય જન્માવ્યું હતું.
ગુજરાતી સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈએ લઈ જતી આ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ૩૧ જુલાઈથી તમારા નજીકના થિયેટરોમાં જોવા મળશે, જેને પરિવાર સાથે માણવી એ દરેક ગુજરાતી માટે ગૌરવપૂર્ણ અનુભવ બની રહેશે.
Trailer : https://www.youtube.com/watch?v=ranFLVt6LTc
You may also like
-
ગુજરાતી સિનેમાની હિટ ડ્રામા ફિલ્મ ‘બેહદ’નું 9 જુલાઈથી JOJO એપ પર થશે સ્ટ્રીમિંગ
-
સાઇકલિંગ અને હાઈ-એનર્જી એક્શનથી ભરપૂર ભારતની પ્રથમ ગુજરાતી સાઇકલ હાઇસ્ટ ફિલ્મ ‘ગેટ સેટ ગો’ નું ટીઝર રિલીઝ
-
ગુજરાતી સિનેમાની પ્રથમ ફોક-થ્રિલર ‘કડકનાથ’ મસ્ટ-વોચ ફિલ્મ : બોલિવૂડની ‘વેલકમ ટુ ધ જંગલ’ ની સામે દર્શકોએ આ ગુજરાતી કન્ટેન્ટને વધાવ્યું
-
માં કૃપા ફિલ્મ્સ ની આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’ નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ: સેટ પર કલાકારો અને ટીમ મેમ્બર્સે કેક કાપીને કરી શાનદાર ઉજવણી
-
એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી JOJO એપ પર થશે સ્ટ્રીમ!
