ડિજિટલ મનોરંજનની દુનિયામાં જાણીતું પ્લેટફોર્મ JOJO એપ તેના માર્ચ મહિનાના મનોરંજનના શાનદાર અંત તરીકે અને એપ્રિલની શરૂઆત ધમાકેદાર બનાવવા માટે એક જોરદાર એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’ રજૂ કરી રહ્યું છે. 1 એપ્રિલ, 2026 થી આ મલ્ટીસ્ટારર ફિલ્મ JOJO એપ પર ઉપલબ્ધ થશે. હાઈ-એનર્જી એક્શન અને કોમેડીના સંગમ સાથે આ ફિલ્મ પ્રેક્ષકો માટે એક નવીન અનુભવ બની રહેશે.

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની પાવરફુલ સ્ટારકાસ્ટ છે. જેમાં મહેશ માંજરેકર, સોનુ સૂદ, રાહુલ દેવ, મુકુલ દેવ, અલી અસગર અને ભવિક ભોજક જેવા દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળશે. આ કલાકારોના દમદાર પર્ફોર્મન્સ અને મજબૂત ડાયલોગ્સે ફિલ્મને ગુજરાતી સિનેમાની એક હાઈ-વોલ્ટેજ એક્શન-ડ્રામા તરીકે સ્થાપિત કરી છે. આ પ્રભાવશાળી કલાકારોનો મેળાવડો ફિલ્મને વધુ આકર્ષક અને જોવાલાયક બનાવે છે.
આ પ્રસંગે JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે અમે ગુજરાતી પ્રેક્ષકોને વિશ્વસ્તરીય અને મનોરંજક કન્ટેન્ટ પહોંચાડીએ.. ‘પાગલપંતી’ એ માત્ર એક એક્શન ફિલ્મ નથી, પરંતુ તે મનોરંજનનો એક એવો સંગમ છે જે દરેક વયના દર્શકોને ગમશે. આટલા મોટા કલાકારોને એકસાથે ગુજરાતી સ્ક્રીન પર જોઈને દર્શકો રોમાંચિત થશે અને અમને ખાતરી છે કે JOJO એપ પર આ ફિલ્મ પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કરશે.”
ફિલ્મની વાર્તામાં અદ્ભુત વળાંકો, રોમાંચક એક્શન સિક્વન્સ અને કોમેડીનો સંગમ છે. ફિજી જેવા સુંદર લોકેશન પર ફિલ્માવાયેલી આ વાર્તા મનોરંજનની સાથે સાથે દેશભક્તિ અને સંઘર્ષની લાગણીઓ પણ જગાવે છે. જેકી પટેલ દ્વારા નિર્દિશિત આ ફિલ્મ તેના યુનિક ટ્રીટમેન્ટ અને લાર્જર-ધેન-લાઈફ એક્શન માટે જાણીતી છે, જે હવે JOJO એપના માધ્યમથી ઘરે-ઘરે પહોંચવા માટે તૈયાર છે.
JOJO એપ હંમેશા તેના સબસ્ક્રાઇબર્સ માટે કંઈક નવું અને ગુણવત્તાસભર મનોરંજન લાવવા માટે પ્રતિબદ્ધ છે. જો તમે પણ ધમાકેદાર એક્શન અને ડ્રામા જોવાના શોખીન હોવ, તો 1લી એપ્રિલથી તૈયાર થઈ જાવ માત્ર JOJO એપ પર.
ઉલ્લેખનીય છે કે JOJO એપ એ વિશ્વનું પ્રથમ અને સૌથી ઝડપથી વિકસતું ગુજરાતી OTT પ્લેટફોર્મ છે, જે 177 થી વધુ દેશોમાં ગુજરાતી સંસ્કૃતિ અને મનોરંજનને પહોંચાડી રહ્યું છે. આ એપ પર ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને રિયલિટી શોનો ખજાનો ઉપલબ્ધ છે. આ પ્લેટફોર્મ દરેક ગુજરાતીના મોબાઈલ સુધી ઉચ્ચ ગુણવત્તાવાળું કન્ટેન્ટ પહોંચાડવા માટે કટિબદ્ધ છે.
You may also like
-
EForU એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. ૧” ના પોસ્ટરનું અનાવરણ; ૨૩ ઓક્ટોબરે સિનેમાઘરોમાં થશે રજૂ
-
9 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ઉડતા તીર’ના પ્રમોશન માટે આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન અમદાવાદ પહોંચ્યા
-
પાતકી ઓટીટી રિલીઝ: ગુજરાતી સસ્પેન્સ થ્રિલર 1 ઓક્ટોબરથી JOJO પર થશે સ્ટ્રીમ
-
વિજયગીરી બાવાની નવી ગુજરાતી ફિલ્મ ‘અંબા’નું પ્રથમ ભક્તિમય ગરબા ગીત ‘અંબા રમવા આવે’ લોન્ચ
-
અમદાવાદમાં IAF EDI+IONS ની બીજી એડિશનનું આયોજન : શહેરના આર્ટ, ડિઝાઇન અને આર્કિટેક્ચરના સમૃદ્ધ વારસાની ઉજવણી
