સોન્ગ લિંક – https://www.youtube.com/watch?v=vhMRJidhtdk
ગુજરાતની સંસ્કૃતિ, લોકસાહિત્ય અને પ્રકૃતિ સાથેના ગાઢ નાતાને હંમેશાં વૈશ્વિક સ્તરે ઉજાગર કરનાર વિજયગીરી ફિલ્મોસની આગામી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘અંબા’ નું નવું ગીત ‘નેહ નેહ’ માત્ર એક મનોરંજન નથી, પરંતુ તે ગીરની અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાનું અરીસો છે. સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલું આ ગીત ગીરના જંગલોની એવી જીવંત સાંસ્કૃતિક વાસ્તવિકતાને ઉજાગર કરે છે.
ગુજરાતી સંસ્કૃતિમાં ‘નેહ’ શબ્દ માત્ર સ્નેહ કે લાગણી નથી, પણ તે આત્માથી આત્માના મેળાપનું પ્રતીક છે. ગીરના માલધારી સમાજ અને વનવાસી સંસ્કૃતિમાં સિંહ કે અન્ય વન્યજીવો ક્યારેય ડર કે ત્રાસનું પ્રતીક નથી રહ્યા, પરંતુ તેઓ આ પર્યાવરણ અને પરિવારનો અભિન્ન ભાગ રહ્યા છે. ગીતના બોલ અને તેની પ્રાસંગિકતા આપણને સૌરાષ્ટ્રની એ સાચી લોકસાહિત્યિક પરંપરા યાદ અપાવે છે જ્યાં માનવી અને પ્રકૃતિ વચ્ચે કોઈ સીમા કે ભેદરેખા નથી હોતી.
આ ગીતનું સૌથી મોટું સાંસ્કૃતિક અને ભાવનાત્મક પાસું તેમાં દર્શાવવામાં આવેલી રીવા અને સિંહ વચ્ચેની અનોખી મિત્રતા છે. સામાન્ય રીતે દુનિયાભરના સિનેમામાં સિંહને ખૂંખાર શિકારી કે ભયજનક પ્રાણી તરીકે જ દેખાડવામાં આવ્યો છે. પરંતુ, ‘અંબા’ ફિલ્મે ગીરની મૂળભૂત જમીની વાસ્તવિકતાને પકડી છે, જ્યાં સ્થાનિક લોકો અને સિંહ કોઈપણ પ્રકારના સંઘર્ષ વિના દાયકાઓથી એકસાથે સહજીવન જીવે છે. ગીતના દ્રશ્યોમાં જ્યારે મુખ્ય પાત્ર રીવા સાથે સિંહ કોઈ બાળપણના ભેરુની જેમ નિર્દોષતાથી રમે છે, ત્યારે તે દર્શકોના મનમાં વન્યજીવો પ્રત્યેનો ડર હંમેશ માટે કાઢી નાખીને એક અદ્ભુત આત્મીયતા જગાવે છે. આ પ્રકારનું સહજીવન ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત મોટા પડદા પર જીવંત થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રીવા રાચ્છ અંબા તરીકે જોવા મળશે, ગીતના અંતે જગજીત અને દર્શન પંડ્યાના એન્ટ્રી લુકે ફિલ્મની વાર્તાને લઈને અનેક પ્રશ્નો અને ભારે કૂતુહલ જગાવ્યું છે.
આ ગીતની સાંસ્કૃતિક સમજ તેના સર્જકો દ્વારા વધુ પ્રભાવશાળી બને છે. લોકલાડીલા ગાયક આદિત્ય ગઢવીના કંઠમાં રહેલી સોડમ અને સિંહ જેવી ડણક ગીરના ખુલ્લા આકાશ અને જંગલોની ગર્જના તાજી કરી દે છે. તો બીજી તરફ, કવિ સૌમ્ય જોશીના હૃદયસ્પર્શી શબ્દો લોકગીતો અને માટીની સુવાસની યાદ અપાવે છે. સંગીતકાર જોડી કેદાર-ભાર્ગવનું માતબર સંગીત અને દિગ્દર્શક વિજયગીરી બાવાનું વિઝન આ ગીતને સાંસ્કૃતિક દસ્તાવેજ સમાન બનાવી દે છે.
નીમ ટ્રી એન્ટરટેઇનમેન્ટ અને ભૂમી નથવાણી પ્રસ્તુત તથા વિજયગીરી ફિલ્મોસ અને ટ્વિન્કલ વિજયગીરી નિર્મિત આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન અને રિયાલિસ્ટિક VFX મુંબઈમાં ચાલી રહ્યું છે. ગીરની સંસ્કૃતિ અને અદ્ભુત માનવ-વન્યજીવ સહજીવનની આ ગાથા માણવા માટે આગામી ડિસેમ્બર મહિનામાં આ ફિલ્મ સિનેમાઘરોમાં ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે.
You may also like
-
ટાટા પ્લે બિન્જ પર હવે ‘જોજો’ પણ ઉપલબ્ધ: ગુજરાતી મનોરંજન જોવું બન્યું પહેલાં કરતાં પણ વધુ સરળ
-
40 વર્ષ બાદ ફરી ફિલ્મ મેરુ માલણ : નવી ટેક્નોલોજી અને 5.1 ડોલ્બી સાઉન્ડ સાથે ફરી મોટા પડદા પર આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘મેરુ માલણ’
-
કૃષ્ણભક્તિમાં લીન થશે અમદાવાદ : 21 અને 22 નવેમ્બર , 2026 એ ઔડા ઓડિટોરિયમમાં યોજાશે મેગા થિયેટ્રિકલ પરફોર્મન્સ “મેરે કૃષ્ણ”
-
લગ્ન એ એવો નિર્ણય છે, જેમાં તમારો પોતાનો અવાજ હોવો અત્યંત જરૂરી છે”: ‘હજુ વાત ચાલે છે’ વિશે જાન્હવી ગુરનાની
-
કિંગ ઓફ સાળંગપુર’ના નિર્માતા-નિર્દેશકે લીધા સિદ્ધિવિનાયકજીના આશીર્વાદ, ૨૭ નવેમ્બરે ફિલ્મ થશે રિલીઝ
