થ્રિલર, ક્રાઈમ અને મિસ્ટ્રીના ચાહકો માટે સુપર ટ્રીટ છે, ફિલ્મ ભ્રમ.
ફિલ્મની વાર્તા વિશે થોડી વાત:
ફિલ્મમાં મુખ્ય પાત્ર છે માયા (સોનાલી લેલે દેસાઈ), જેણે ડિમેન્શિયા જેવી ગંભીર બીમારીનો સામનો કરવો પડે છે. તે ભૂલી જાય છે, અસલ અને કલ્પનાના ભેદમાં ભટકતી રહે છે. તેની દિકરી શ્રદ્ધા તરીકે નિશ્મા સોની અને માયાના કેરટેકર મેહુલ તરીકે મિત્ર ગઢવી છે. માયા પોતાની જ દિકરીના મર્ડરની સાક્ષી બને છે… પણ સાચું શું છે અને ભ્રમ શું? એ જાણવો છે તો ફિલ્મ આખી જોવી પડશે.
આ કેસની તપાસ કરે છે પોલીસ ઓફિસર રાકેશ, જેમની ભૂમિકામાં અભિનય બેંકર છે. તેમની પરફોર્મન્સ ફિલ્મને ખૂબ મજબૂતી આપે છે. આખરે કોણ છે ખરેખર કાતિલ? તે તો તમારે ફિલ્મ થકી જ જોવું પડશે.
ફિલ્મના લેખક અને નિર્દેશક પલ્લવ પરીખે એકદમ અલગ રીતની વાર્તા લઈને આવ્યા છે, જેને તેમણે એટલી મહેનતથી ગૂંથી છે કે દરેક દ્રશ્યમાં તેમની સર્જનશક્તિ ઝલકે છે. ‘ભ્રમ’ માત્ર એક મર્ડર મિસ્ટ્રી નથી, તે એક માનસિક અવસ્થાઓ અને સંબંધોના ગૂંચવાયેલા સ્તરોમાં બંધાયેલી છે.
એક્ટિંગ અને ટેકનિકલ પાયાં:
અભિનેતાઓની વાત કરીએ તો અભિનય બેંકર, સોનાલી લેલે દેસાઈ, નિશ્મા સોની અને મિત્ર ગઢવીએ ખૂબ ઊંડાણપૂર્વક પોતાના પાત્રોને જીવંત બનાવ્યા છે. ખાસ કરીને માયાનું પાત્ર એક મજબૂત મનોઅવસ્થા રજૂ કરે છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ મિજાજ બાંધી દે તેવું છે – દરેક દ્રશ્યને વધુ અસરકારક બનાવે છે.
નિષ્કર્ષ :
‘ભ્રમ’ એ એવી ફિલ્મ છે જે શરૂ થાય છે મનમાં પ્રશ્નો સાથે અને પૂરી થાય છે સુપર્બ ક્લાઈમેક્સ સાથે. સિટીશોર દ્વારા બનાવાયેલી આ ફિલ્મ પલ્લવ પરીખના આગવા દ્રષ્ટિકોણને સાબિત કરે છે. જો તમે ‘Thiller’, ‘Suspense’, ‘Crime Drama’ના ફેન હો તો આ ફિલ્મ તમારી લિસ્ટમાં ચોક્કસ હોવી જોઈએ. એક બે જગ્યા એ ફિલ્મ સાઇજ નબળી પડે છે અમુક દ્રશ્યો થોડાં ઝડપથી બતાવ્યા હોત તો સારું હોત પણ એકદંરે ખૂબ જ સારો એટેમ્પટ છે.
સ્ટાર્સ : 3.5 /5