
અમદાવાદ, મે 2025 : વાક્યમ સ્ટુડિયોઝ દ્વારા એક અનોખી અને શ્રેષ્ઠ તકો આપવા માટે તૈયાર થયેલ બેઝિક ફિલ્મમેકિંગ વર્કશોપ “સ્ક્રિપ્ટ ટુ સ્ક્રીન” 7 જૂન, 2025 ના રોજ યોજાવાનો છે. 16 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે ઉદ્દેશિત આ વર્કશોપનું માર્ગદર્શન જાણીતા લેખક અને નિર્દેશક ધ્રુવ ગોસ્વામી કરશે, જેમણે કાશી રાઘવ જેવા પ્રશંસિત પ્રોજેક્ટ પર કાર્ય કર્યું છે. આ વર્કશોપ ફિલ્મમેકિંગની શરૂઆતથી અંત સુધીની 360 ડિગ્રી સમજ આપે તેવી રીતે રચાયેલ છે – જેમાં સ્ક્રિપ્ટ લખવાથી લઈ પ્રોડક્શન સુધીની દરેક પધ્ધતિને આવરી લેવામાં આવી છે.
દરેક સહભાગીઓ માટે આ વર્કશોપ અનેક વિશિષ્ટ તકોથી ભરપુર રહેશે જેમાં બોલીવૂડ અને ઢોલીવૂડના સુપ્રસિદ્ધ ફિલ્મમેકર્સ સાથે સીધી મુલાકાત, ફિલ્મ ઉદ્યોગમાં કન્ફર્મ પ્લેસમેન્ટની તક, ફિલ્મ બનાવવાની મૂળભૂત માહિતી અને વ્યાવસાયિક ટૂલ્સની ઓળખ સાથે વ્યાવસાયિક અનુભવ મળશે.
આ પહેલ અંગે નિર્દેશક અને વાક્યમ સ્ટુડિયોઝના સંસ્થાપક ધ્રુવ ગોસ્વામી જણાવે છે : “આ વર્કશોપ ફક્ત ટેકનિક શીખવવાનો નથી, પણ જનૂન જગાડવાનો, આત્મવિશ્વાસ ઊભો કરવો અને ઉદ્યોગના દરવાજા ખુલ્લા કરવા માટે છે. અમારું લક્ષ્ય એ છે કે ઇચ્છુક ફિલ્મ નિર્માતાઓને એવું વાતાવરણ આપવા માંગીએ છીએ જ્યાં તેઓની કલ્પના હકીકતમાં બદલાય અને શીખેલી બાબતો તેમને સીધી તકો તરફ લઈ જાય.
મર્યાદિત બેઠકોને ધ્યાનમાં રાખીને, આ વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો માટે અગાઉથી નોંધણી કરવી અત્યંત મહત્વપૂર્ણ રહેશે.
You may also like
-
સ્ટુડિયો અર્વા પ્રોડક્શન લાવે છે ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ‘બ્લેક બર્થડે’ : ફિલ્મનું ટ્રેલર લોન્ચ
-
ગુજરાતી સિનેમામાં સસ્પેન્સનો નવો અધ્યાય: શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા સ્ટારર ફિલ્મ ‘પાતકી’નું દમદાર ટ્રેલર લોન્ચ
-
ઉતરાયણના પર્વ પર સ્ટાર પ્લસે લોન્ચ કર્યો ‘લવ ઉત્સવ’, પ્રેમની ઉડાન શરૂ
-
ટેલિવિઝન મનોરંજનનું સૌથી મોટું માધ્યમ છે” – આલોક જૈન, જિયોસ્ટાર
-
‘જય કનૈયાલાલ કી’ : હાસ્ય અને પારિવારિક લાગણીઓનો અદભૂત સંગમ
