અમદાવાદ: એમ. ભામશા એન્ટરટેઈનમેન્ટ (M. Bhamasha Entertainment) પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ “છન છન” (Chhann Chhann) નું આજે ભવ્ય મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક અનોખા ‘સોશિયલ હોરર ડ્રામા’ વિષય પર આધારિત છે, જે ગુજરાતી સિનેમામાં પ્રેક્ષકોને એક નવો જ અનુભવ કરાવશે.
“છન છન” એક પરંપરાગત પરિવારની વાર્તા છે જ્યાં લાલચ, સત્તા અને સામાજિક દબાણ વચ્ચે નિર્દોષ પ્રેમનો સંઘર્ષ જોવા મળશે. એક યુવાન દંપતીના લગ્ન બાદ પરિવારમાં આવતા તણાવ અને ત્યારબાદ ઘટતી રહસ્યમય ઘટનાઓ આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. મનોવૈજ્ઞાનિક ડ્રામા અને હોરરના મિશ્રણ સાથે આ ફિલ્મ માનવીય વર્તણૂક, નૈતિકતા અને ન્યાયના વિષયોને આવરી લે છે.
આ ફિલ્મનું નિર્દેશન જાણીતા સિનેમેટોગ્રાફર અને નિર્દેશક અરવિંદસિંહ પુવાર કરી રહ્યા છે, જેઓ તેમના અનુભવ માટે જાણીતા છે. ફિલ્મના નિર્માતા મહેશ જી ઠાકોર છે અને ક્રિએટિવ પ્રોડ્યુસર સહદેવ કોટડી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે રાજેશ એમ. ચૌહાણ કાર્યરત છે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિર્દેશન જાણીતા અને પ્રતિભાશાળી નિર્દેશક અરવિંદસિંહ પુવાર કરી રહ્યા છે. તેઓ તેમના સિનેમેટિક વિઝન માટે જાણીતા છે. આ ફિલ્મની પટકથા જાણીતા કલાકાર અને લેખક ચેતન દૈયા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મનું સંગીત ડીજે ક્વિડ દ્વારા આપવામાં આવશે.
આજે યોજાયેલા મુહૂર્ત પ્રસંગે ફિલ્મના નિર્દેશક અરવિંદસિંહ પુવારે જણાવ્યું હતું કે, “આ ફિલ્મ દ્વારા અમે ગુજરાતી સિનેમામાં હોરર અને સોશિયલ ડ્રામાનું એક નવું જ સ્તર લાવવા જઈ રહ્યા છીએ.”
ફિલ્મની સ્ટાર કાસ્ટમાં ગુજરાતના લોકપ્રિય કલાકારોનો જમાવડો છે, જેમાં મુખ્ય ભૂમિકામાં કિંજલ રાજપ્રિયા, જાનવી ચૌહાણ, સંજયસિંહ ચૌહાણ અને ચેતન દૈયા જોવા મળશે. આ ઉપરાંત, ફિલ્મમાં જીતેન્દ્ર ઠક્કર, કલ્પના ગગડેકર, નિમેષ દિલીપ રાય, માહી મલ્હોત્રા, શિવાની મોઢ, હેમાંગ શાહ અને શિવાની મોઢ જેવા અનુભવી કલાકારો પણ મહત્વના પાત્રો ભજવી રહ્યા છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે અને તેને મોટા પડદે રિલીઝ કરવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
You may also like
-
જન્માષ્ટમીના પાવન પર્વે ‘અઘોરી મ્યુઝિક’ની ખાસ ભેટ: ભક્તિ અને આધુનિક હિપ-હોપના સમન્વય સાથે લોન્ચ કર્યું નવું ધમાકેદાર ગીત “સાથે કૃષ્ણ, તો શેનો પ્રશ્ન?”
-
આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને આનંદ’: ઓફિશિયલ ટીઝર આઉટ, મોનલ ગજ્જર હવે નિર્માતા તરીકે ‘મોનલ ગજ્જર ફિલ્મ્સ’ સાથે કરશે નવી શરૂઆત
-
ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના સિનેમાઘરોમાં થશે રિલીઝ
-
JOJO OTT પર ‘ધબકારો’નું વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર: 27 ઓગસ્ટે સ્ટ્રીમ થશે આ ઈમોશનલ ડ્રામા ફિલ્મ
-
‘ટોમ એન્ડ ચેરી’ની સ્ટાર કાસ્ટ સુરતની મુલાકાતે ; સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને ટીમે ફિલ્મ અંગે કરી ખાસ વાતચીત
