
ગુજરાત, એપ્રિલ 2025 : ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યાં છે. કાંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટ લાવી રહ્યાં છે ફિલ્મ “સરપ્રાઈઝ”. સચિન બ્રહ્મભટ્ટના નિર્દેશન હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યાં છે. વત્સલ શેઠ સાથે ટેલિવિઝન જગતની મશહૂર અભિનેત્રી હેલી શાહ જોવા મળશે. ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે.
સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ વિરલ દવેના એસોશિએશન સાથેની આ ફિલ્મ ક્રાઇમ, મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મ છે, જે 16મી મે, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. પોસ્ટર લોન્ચ થતાની સાથે જ લોકોમાં આ ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે અને લોકો વત્સલ શેઠ અને હેલી શાહને આ ગુજરાતી ફિલ્મમાં જોવા માટે આતુર છે. પોસ્ટરમાં ફિલ્મની રહસ્યમય અને થ્રિલિંગ ટોન પ્રસ્તુત થાય છે.
ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો, સરપ્રાઈઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે, જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદૃશ્ય થવાનું નક્કી કર્યું છે. પરંતુ તેમની યોજના ખોરવાય જાય છે જયારે તેઓ એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરે છે – અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત, જેમાં છુપાયેલા છે અનેક રહસ્યો, જે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
વત્સલ શેઠ જણાવે છે કે, “”હંમેશાંથી ગુજરાતી ફિલ્મ કરવા ઈચ્છતો હતો અને હવે તે શક્ય બની રહ્યું છે! ફિલ્મની શાનદાર ટીમ સાથે કામ કરીને ખૂબ આનંદિત અનુભવું છું.
હવે દર્શકો ફિલ્મના ટીઝર અને ટ્રેલરની પણ રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મ “સરપ્રાઈઝ” રિલીઝ થઇ રહી છે, 16 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં
You may also like
-
અમદાવાદમાં યોજાયેલા ‘ઓકલ્ટ કોન્ક્લેવ 2026’માં ઈન્ટરનેશનલ ટેરોટ રીડર પુનિતજી લુલ્લા એ ટેરોટ કાર્ડ રીડિંગ અંગે માહિતી આપી
-
અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’ માનવતાના કાર્ય માટે આગળ આવી: ગુલબાઈ ટેકરાના પ્રભાવિત પરિવારોને ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીનું વિતરણ કર્યું
-
જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું 24 જુલાઈએ કર્ણાવતીમાં અભિનંદનચાતુર્માસ મહોત્સવમાં મળશે પાવન સાન્નિધ્ય
-
ધર્મથી સમાજ પરિવર્તન: પૂજ્ય વિરલબાપુએ જાહેર કર્યો અંતિમધામ ટ્રસ્ટનો રાષ્ટ્રીય સંકલ્પ
-
ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન
