તાજેતરના પોસ્ટરમાં “ફાટી ને?”ની રહસ્યમયપૂર્ણ અને એન્ટરટેનિંગ દુનિયાનો ખુલાસો થયો

અમદાવાદ, ૨૩ ડિસેમ્બર: અપકમિંગ ગુજરાતી હોરર- કોમેડી ફિલ્મ “ફાટી ને?”ના મેકર્સ દ્વારા પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મના કલાકારોની પહેલી રસપ્રદ ઝલક જોવા મળી રહી છે. પોસ્ટરમાં હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાને મુખ્ય ભૂમિકામાં દર્શાવવામાં આવ્યા છે, સાથે જ એક વિચિત્ર બાબા પણ ઉભેલા જોવા મળી રહ્યાં છે, જેમની પાછળ જોવા મળી રહેલ ભૂત વાર્તામાં એક રહસ્ય પેદા કરી રહ્યું છે.

તાજેતરમાં અપકમિંગ ગુજરાતી હોરર- કોમેડી ફિલ્મ “ફાટી ને?”ના નિર્માતાઓએ ફિલ્મના મુખ્ય પાત્રો હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાને દર્શાવતું એક મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું. જેઓ દેખીતી રીતે ડરી ગયેલા જોવા મળી રહ્યાં છે, જેણે રિલીઝ પહેલા જ દર્શકોની જિજ્ઞાસાને વધારી દીધી છે. હવે, આ નવા પોસ્ટર સાથે, પ્રેક્ષકો આ અસામાન્ય અને રોમાંચક વાર્તામાં શું થઈ રહ્યું છે તે જાણવા માટે વધુ ઉત્સુક છે

આ નવું  પોસ્ટર દર્શકોને ફિલ્મમાં  દર્શાવેલ અગોચર વિશ્વની ઝલક આપે છે, જ્યાં કોમેડી અને સુપરનેચરલ અણધારી રીતે એકબીજા સાથે ટકરાય છે. હોરર-કોમેડી જોનરામાં તેના ફ્રેશ લુક સાથે, “ફાટી ને?” તેની રીલીઝ પહેલાં જ  ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ધૂમ મચાવવાનું શરૂ કરી દીધું છે. ફિલ્મની અનોખી પટકથા અને રોમાંચક વાર્તાએ દર્શકોમાં ઉત્સાહ પેદા કરી દીધો છે, જેથી તે આ સિઝનની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક બની ગઈ છે.

સસ્પેન્સ અને કોમેડી સાથેનું મિશ્રણ એવી આ ફિલ્મ “ફાટી ને?” પેટ પકડીને હસાવતી રમૂજી ક્ષણો સાથે રોમાંચક ક્ષણોનું બેલેન્સ જાળવીને તેની ક્ષમતાનો પરિચય આપી રહી છે. જાણીતા કલાકારોનો કાફલો અને આકર્ષક પટકથા એક મનોરંજક સિનેમેટિક એક્સપીરીયન્સનું વચન આપી રહી છે. ફિલ્મને લઇને જે ઉત્સુકતા છે, તેનાથી ઉજાગર થઈ રહ્યું છે કે  આ ફિલ્મ રીજનલ  સિનેમાને પુનઃવ્યાખ્યાયિત કરવાની અને પડદા પર કંઇક અનોખું લાવવાની છે.

31 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થવા માટે રેડી ફિલ્મ, “ફાટી ને?” તેની ઓરીજીનલ સ્ટોરી, યુનિક કેરેક્ટર્સ અને એન્ગેજીંગ વાર્તા સાથે પ્રેક્ષકોને આકર્ષિત કરશે. 

“ફાટી ને?” ફિલ્મ  ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શિત અને લેખિત તેમજ ફેનિલ દવે દ્વારા લિખિત છે. એસ. પી. સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મ્સ, કેશ્વી પ્રોડક્શન અને ફુલપિક્સેલ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે  વર્લ્ડવાઈડ ડીસ્ટ્રીબ્યુશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *