12 મે, 2024, અમદાવાદ: અમદાવાદના હેરિટેજને જાણવા અને જોવા માટેનો એક ઉપાય છે હેરિટેજ વૉક. જે માટે, ધ આર્ટ વિન્ડો દ્વારા રવિવારની સવારે હેરિટેજ વોક 6.0 “આપણી વિરાસત”નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ હેરિટેજ સીટી કેમ બન્યું? અહીંના બાંધકામમાં શું અનોખું છે? તે અંગેની ઝાંખી પણ આ હેરિટેજ વોક દરમિયાન આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મો પ્રત્યે જાગરુકતા ફેલાવવાનાં ઉદ્દેશથી આવનારી ગુજરાતી ફિલ્મ “કારખાનું” ની ટીમ પણ આર્ટ વિન્ડો ક્લબ દ્વારા આયોજિત હેરિટેજ વોકમાં જોડાઈ હતી.
આ હેરિટેજ વોક કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થયું હતું અને આશરે 100 જેટલાં લોકો જોડાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા નક્કી કરાયેલ રુટ સ્વામિનારાયણ મંદિરથી જુમ્મા મસ્જિદ સુધીના 2.5 કિલોમીટર જેટલા આ હેરિટેજ વોકમાં સ્થાપત્યપ્રેમીઓ એ અમદાવાદના ભવ્ય વારસા સમી પોળો, હિન્દુ-મુસ્લિમ મંદિરો, જૈન મંદિરો સહિત રૂટમાં આવતા ઘણાં બધા એવા સ્થળોની મુલાકાત લીધી હતી કે જે અમદાવાદની ઓળખ છતી કરે છે.

કારખાનું ફિલ્મ અંગે વાત કરીયે તો કારખાનું એ ગુજરાતની એવી સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે, જે ગુજરાતી ફિલ્મોમાં નવો ચીલો ચાતરશે. કારખાનું ફિલ્મ અમદાવાદના પ્રોડક્શન હાઉસ “મર્કટ બ્રોસ” દ્વારા નિર્મિત છે જેમાં કાજલ ઓઝા વૈધ, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લા, રાજૂ બારોટ જેવા પીઢ કલાકારો સાથે પાર્થ મધુકૃષ્ણ, હાર્દિક ત્રિવેદી, હર્ષદીપસિંહ જાડેજા અને દધીચી ઠાકર જેવા યુવા કલાકારો પણ છે. આ ફિલ્મનું નિર્દેશન ઋષભ થાનકી એ કર્યું છે.ગુજરાતી ફિલ્મો ને નવા આયામો ઉપર લઈ જાવાના સંકલ્પ સાથે મર્કટ બ્રોસની ટીમ સપ્ટેમ્બરમાં કારખાનું ફિલ્મ આપની સમક્ષ પ્રસ્તુત કરશે.
You may also like
-
સત્ય ઘટના પરથી પ્રેરિત હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પોસ્ટર લોન્ચ
-
રનવે થી બોર્ડરૂમ સુધી: જિઓહોટસ્ટારનું પિચટુગેટરિચ ભારતમાં ફેશન મનોરંજનને નવી વ્યાખ્યા આપે છે
-
ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પૉલ અમદાવાદના મહેમાન બન્યા
-
*મૂવીવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ – ફેમિલી એન્ટરટેનરની જાહેરાત કરી*
-
અપકમિંગ ગુજરાતી વેબ સિરીઝ “કર્માંત”નું શૂટિંગ પૂર્ણ