ZEE5ના ખૂબ પ્રશંસા પામેલા શો ‘ધી બ્રોકન ન્યૂઝ’ની બીજી સિઝનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. સિરીઝના મુખ્ય કલાકારો સોનાલી બેન્દ્રે અને શ્રીયા પિલગાંવકરે તાજેતરમાં જ આગામી સિઝનના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી.ચાલુમહિનાના પ્રારંભમાં રિલીઝ થયેલા સિરીઝના ટ્રેલરથી ત્રીજી મેના રોજ રિલીઝ થઈ રહેલી નવી સિઝનના ઘટનાક્રમો જોવા માટે વ્યૂઅર્સની ઉત્સુકતા ઓર વધી ગઈ છે. બે વર્ષના અંતર પછી આવી રહેલી નવી સિઝનમાં બે બ્રોડકાસ્ટ ન્યૂઝ ચેનલ્સ ‘જોશ 24×7’ અને ‘આવાઝ ભારતી’ વચ્ચે સિદ્ધાંતો માટેની લડાઈ નવી ઊંચાઈએ પહોંચશે. આ થ્રિલિંગ નવી સિઝનમાં ‘સત્ય’ વિરૂદ્ધ ‘સનસનાટી’ની લડત ન્યૂઝરૂમથી આગળ વધીને અસ્તિત્વ ટકાવી રાખવા માટેના અંગત સંઘર્ષમાં પરિણમશે. ધી બ્રોકન ન્યૂઝ, સિઝન-2’ ત્રીજી મેથી શરૂ થઈ રહી છે, ZEE5 પર
બીબીસી સ્ટુડિયોઝ પ્રોડક્શન્સ ઇન્ડિયા દ્વારા નિર્મિત આગામી સિઝનમાં પત્રકારોના જીવન, જૂઠ્ઠાણાં, પ્રેમ અને સંઘર્ષો તથા સત્ય અને ‘સનસનાટીપૂર્ણ’ વચ્ચેની તેમની લડાઈ દર્શાવવામાં આવશે. આગામી પ્રકરણમાં ફૈસલ રશિદ, ઇન્દ્રનીલ સેનગુપ્તા, સંજીતા ભટ્ટાચાર્ય અને તારુક રૈના સહિતના પ્રથમ સિઝનના કલાકારો રિપીટ થશે. વધુમાં, નવી સિઝનમાં અક્ષય ઓબેરોય, સુચિત્રા પિલ્લાઈ અને ગીતિકા વિદ્યા ઓહલ્યાન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ જણાવ્યું હતું, “ધી બ્રોકન ન્યૂઝ હંમેશામારા માટે ખાસ રહેશે, કારણ કે, તેના દ્વારા મેં ઓટીટીમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ સિઝનને મળેલા પ્રતિસાદથી અમે અત્યંત ઉત્સાહિત થઈ ગયાં હતાં અને મને આનંદ છે કે અમે વધુ એક સિઝન સાથે પરત ફરી રહ્યાં છીએ. પ્રથમ સિઝનમાં અમીના અને રાધાની ટીમ હતી, પણ આ વખતે નવી સિઝનમાં અમીના ‘સત્ય’ માટેની લડત એકલપંડે લડશે. ZEE5, બીબીસી અને અમારા ડિરેક્ટર વિનય વૈકુલની ઉત્કૃષ્ટ ટીમ સાથે કામ કરવું હંમેશા આનંદની બાબત રહી છે. તેઓ એક વિઝનરી ડિરેક્ટર છે, જેમણે સમગ્ર સિરીઝ દરમિયાન દર્શકો તેની સાથે જકડાયેલા રહે અને છેલ્લે સુધી તેમની ઉત્સુકતા જળવાઈ રહે, એ સુનિશ્ચિત કરવા માટે તેમનો જીવ રેડી દીધો છે. અમારી નવી સિઝનના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લેતાં હું રોમાંચ અનુભવું છું અને હું ZEE5 પર ‘ધી બ્રોકન ન્યૂઝ સિઝન-2’ની રિલીઝની રાહ જોઈ રહી છું.”
અભિનેત્રી શ્રીયા પિલગાંવકરે જણાવ્યા મુજબ, “ZEE5 પર ‘ધી બ્રોકન ન્યૂઝ’ની બીજી સિઝનના આગમન અને તેના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત માટે હું અત્યંત રોમાંચની લાગણી અનુભવું છું. આ શો મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે અને હું તે રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહી છું. રાધા અને દિપાંકર વચ્ચેનાં પરિમાણો આ સિઝનમાં અત્યંત પર્સનલ થવાનાં છે, કારણ કે, બંને દરેક વખતે એક-મેકને પછાડવા માટે પ્રયત્નશીલ રહે છે. આ સિઝન દર્શકો માટે રોલરકોસ્ટર રાઇડ જેવી બની રહેવાની છે અને તેનાં ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ છેલ્લી ઘડી સુધી તેમને વિચારતા કરી મૂકશે. જયદીપ સર અને સોનાલી મે’મ સાથે કામ કરવાનો મારો અનુભવ હંમેશા અકલ્પનીય રહ્યો છે. તેઓ બંને ટેલેન્ટનો પાવરહાઉસ છે અને તેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. અમે સાથે મળીને જે મેજીક સર્જ્યું છે, તે દર્શકો જુએ, એ માટે હું ઉત્સુક છું.”
‘ધી બ્રોકન ન્યૂઝ, સિઝન-2’ ત્રીજી મેથી શરૂ થઈ રહી છે, ZEE5 પર
You may also like
-
Divine Unveiling of the First Look Poster of the First Gujarati Pan-India Film ‘Shree Kesari Nandan’ at Shree Kashtbhanjan Dev Sarangpur Dham
-
વીકએન્ડ માટે પરફેક્ટ પિક્ચર: પરિવાર સાથે મનોરંજન માણવા માટે અચૂક જુઓ ‘ચટણી’
-
ઈન્ડિયા આર્ટ ફેર (IAF) EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લોન્ચ થઈ રહી છે, જે શહેરના આર્ટ, ડિઝાઇન અને સ્થાપત્ય (આર્કિટેક્ચર)ના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે
-
અતુલ ઈન્ડિયા મૂવીઝ દ્વારા પ્રથમ ગુજરાતી પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ની ઘોષણા ; 7 ભાષાઓમાં રામ નવમી 2027 પર થશે રિલીઝ
-
ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’નું પોસ્ટર લોન્ચ
