માણસ માટે ઈમોશનલ બનવું શું હાનિકારક હોય છે?… ના આપડે ઈમોશનલ ટોપિક પર કોઈ ચર્ચા નથી કરવાની… આ તો શબ્દો છે આવનાર ફિલ્મ “વાર તહેવાર”ના તાજેતરમાં લોન્ચ થયેલ સોંગ “ઈમોશનલ બનવું હાનિકારક છે” ના. પ્રખ્યાત બૉલીવુડ સિંગર શાન અને સ્મિતા અધિકારીના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ આ સોન્ગના શબ્દો લખ્યા છે ફિલ્મના જ લેખક દિર્ગદર્શક ચિન્મય પી. પુરોહિતે અને કમ્પોઝ કરવામાં આવ્યું છે વિનય કાપડિયા દ્વારા. આ સોન્ગમાં ડિસ્કો પણ બતાવવામાં આવ્યું છે. માણસ રોજિંદા જીવનમાં જે લાગણીઓ વચ્ચે ઘેરાયેલો રહે છે અને ઈમોશનલ થઈને કાંઈ મુસીબત પણ માથે લઇ લે છે. વાર તહેવાર ફિલ્મની વાર્તા પણ લાગણીઓના સબંધો વચ્ચે અટવાયેલ પરિવારની વાત દર્શાવે છે. આ ફિલ્મ પ્રેમની પરિભાષા સમજાવે છે. સોન્ગ લિંક- https://www.youtube.com/watch?v=nUcBdwKpt68
આ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે. માંગલ્ય મીડિયા &એન્ટરટેઇન્મેન્ટ એલએલપીના બેનર હેઠળ બનેલ અને મનીષ દેસાઈ તથા રીટા દેસાઈ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મ પરિવારના ઈમોશન્સ અને કોમેડીનો સમન્વય ધરાવે છે જે જરૂરથી સફળ સાબિત થશે.
ચિન્મય પી પુરોહિત, આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર છે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં પરીક્ષિત તમાલીયા, એમ મોનલ ગજ્જર અને ટીકુ તલસાણીયા સજેવા દિગ્ગજ કલાકારો છે. તે સાથે ફિલ્મમાં અરવિંદ વૈદ્ય જેવા ઊંચા દરજ્જા ના જાણીતા એક્ટર પણ ખાસ રોલમાં જોવા મળશે. તેમની સાથે જ આંચલ શાહ, અનુરાગ પ્રપન્ન, કલ્પેશ પટેલ, કલ્પના ગગદેકર, ભૂમિકા પટેલ જેવા કલાકારો ચાર ચાંદ ઉમેરશે. જાણીતી અભિનેત્રી મનીષા પુરોહિત અને અલીશા પ્રજાપતિ પણ મહેમાન કલાકાર તરીકે પણ જોવા મળવાના છે.
આપણને તહેવારોમાં રંગવા અને પ્રેમની ભાષામાં તરબોળ કરવા “વાર તહેવાર” આવી રહી છે 2જી ઓગસ્ટ, 2024ના રોજ નજીકના સિનેમાઘરોમાં.
You may also like
-
સ્ટુડિયો અર્વા પ્રોડક્શન લાવે છે ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ‘બ્લેક બર્થડે’ : ફિલ્મનું ટ્રેલર લોન્ચ
-
ગુજરાતી સિનેમામાં સસ્પેન્સનો નવો અધ્યાય: શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા સ્ટારર ફિલ્મ ‘પાતકી’નું દમદાર ટ્રેલર લોન્ચ
-
ઉતરાયણના પર્વ પર સ્ટાર પ્લસે લોન્ચ કર્યો ‘લવ ઉત્સવ’, પ્રેમની ઉડાન શરૂ
-
ટેલિવિઝન મનોરંજનનું સૌથી મોટું માધ્યમ છે” – આલોક જૈન, જિયોસ્ટાર
-
‘જય કનૈયાલાલ કી’ : હાસ્ય અને પારિવારિક લાગણીઓનો અદભૂત સંગમ
