કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામથી નજીક પર્યટન સ્થળ પર ખીણમાં મોટા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ ભારતીય પ્રવાસીના મૃત્યુ થયા. મૃતક ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ આજ રોજ ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા ઘી કાંટા એરિયામાં અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો.
ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના સભ્યો તેમજ ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલ તમામ વ્યાપારી અને માર્કેટના તમામ સભ્યો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ સભા પછી માનવ સાંકળ નું આયોજન કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના હાથ વધુ મજબૂત કરવા અને સરકાર દ્વારા લેવાતા તમામ નિર્ણયોમાં વ્યાપારીઓ એ પોતાની સંમતિ આપી હતી.
આ અવસરે ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ વિજય પુરોહિતે જણાવ્યું હતું કે,“આવું નિર્દોષ લોકોને નિશાન બનાવતો આક્રોશજનક હુમલો સમગ્ર દેશ માટે દુઃખદ છે. આપણે બધા એકતા અને સંકલ્પ સાથે આતંકવાદ સામે લડવાનો સંદેશો આપીએ છીએ. શહીદોની શાંતિ માટે અને દેશની સુરક્ષા માટે અમારા વ્યાપારી પરિવાર તરફથી સંપૂર્ણ સમર્થન છે.”
You may also like
-
જીતો (JITO) અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા ‘ટી ટોક્સ & ટ્રાયમ્ફ્સ’ વિષય પર ટોક શૉ નું આયોજન
-
ગુજરાતી ફિલ્મ ‘જીવ’ 12 ડિસેમ્બરે થશે રિલીઝ
-
જ્વેલરી વર્લ્ડ 2025 : અમદાવાદમાં થશે ભારતની સર્વશ્રેષ્ઠ જ્વેલરીનું શોકેઝ
-
આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન અને અનલિમિટેડ ઉન્નતિ દ્વારા ટાયકા (TYCA)- ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ, ક્રિએટ અબન્ડન્સની શરૂઆત
-
રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા વ્યાખ્યાન માળા, પ્રદર્શની અનેમલ્ટીમીડિયા શોનું આયોજન
