અમદાવાદ : સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ “જીવ” 12 ડિસેમ્બરના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ માનવતા, દયાળુભાવ અને જીવદયા જેવા મૂલ્યોનો સમવેશ કરતી હૃદયસ્પર્શી કહાની રજૂ કરે છે.
ફિલ્મ વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત છે. નિર્દેશન જીગર કાપડીએ કર્યું છે, જ્યારે નીરવ મેહતા અને વિક્કી મેહતા ફિલ્મના પ્રોડ્યુસર છે. મુખ્ય ભૂમિકામાં ધર્મેન્દ્ર ગોહિલ, તેમજ સની પંચોલી, શ્રદ્ધા ડાંગર, યતીન કાર્યકર અને હેમાંગ શાહ જોવા મળશે.
કહાનીનું કેન્દ્રિય પાત્ર વેલજીભાઈ મહેતા છે – એક એવા વ્યક્તિ કે જેઓએ પોતાનું સમગ્ર જીવન પ્રાણીઓની સેવા અને સંભાળ માટે સમર્પિત કર્યું હતું. ફિલ્મ પ્રકૃતિ અને જીવજાત પ્રત્યેની ફરજ, કરુણા અને લાગણીની મહત્વતા યાદ અપાવે છે.
‘જીવ’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ પ્રકૃતિ અને જીવજાત પ્રત્યેના આપણી ફરજ અને સહાનુભૂતિની યાદ અપાવતો એક સંદેશ છે. આજના સ્વાર્થભર્યા સમયમાં આ ફિલ્મ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આપણે મૌન જીવોની પીડા સાંભળી શકીએ છીએ?
ફિલ્મના નિર્માતાઓના જણાવ્યા મુજબ, “જીવ એ એવી કહાની છે જે માણસ અને પ્રાણીઓ વચ્ચેના અદ્રશ્ય લાગણીના બંધનને ઉજાગર કરે છે. આ ફિલ્મ દરેકને જીવદયા અને કરુણાના માર્ગે વિચારવા પ્રેરણા આપશે.”
https://www.instagram.com/p/DRMJi1kgotL/?igsh=MW92c2F5dmlnNG14aw%3D%3D
You may also like
-
અમદાવાદમાં કેન્સરના દર્દીઓ માટે આશાનું નવું કિરણ: GCS હોસ્પિટલ ખાતે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને PET સ્કેન સેન્ટરનો પ્રારંભ
-
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા એડવાન્સ ‘રાઈનોપ્લાસ્ટી વર્કશોપ’ (નાકની સર્જરી)નું આયોજન
-
‘કુકા’: મનોરંજન અને ગ્લેમરનો એક ફ્રેશ ગુજરાતી ડોઝ
-
અમદાવાદના કઠવાડા ખાતે 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે
-
અમદાવાદ ખાતે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’નો ભવ્ય સમારોહ યોજાયો; પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું
