કેતન રાઠોડ દ્વારા દિગ્દર્શિત, નિર્મિત અને લિખિત ફિલ્મ છે ‘સૂરજ કરણ’
માં કૃપા ફિલ્મ પ્રેઝેન્ટ્ સ ના બેનર હેઠળ નિર્માણ પામી રહેલી આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’નું શૂટિંગ સત્તાવાર રીતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મનું છેલ્લું શેડ્યૂલ પૂરું થતાં જ આખી ટીમે સેટ પર ખૂબ જ હર્ષોલ્લાસ સાથે શૂટિંગ ની પૂર્ણાહુતિ ની શાનદાર ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગે ફિલ્મના ડિરેક્ટર, લેખક અને પ્રોડ્યુસર કેતન રાઠોડ, પુષ્પા રાઠોડ , દર્શીલ રાઠોડ,પ્રવીણ સાગર ની વિશેષ ઉપસ્થિતિમાં ફિલ્મના તમામ મુખ્ય કલાકારો અને ટેકનિકલ ટીમે સાથે મળીને કેક કટિંગ કર્યું હતું. આ સેલિબ્રેશન માં કલાકારોની સાથે-સાથે તેમના પરિવારો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા, જેનાથી વાતાવરણ વધુ યાદગાર અને આનંદમય બન્યું હતું. ફિલ્મ ‘સૂરજ કરણ’ એક શાનદાર અને મનોરંજક વાર્તા પર આધારિત છે, જે ગુજરાતી દર્શકોને સિનેમા ગૃહો સુધી ખેંચી લાવવામાં સફળ રહેશે તેવો ટીમને પૂરો વિશ્વાસ છે.
આ ફિલ્મમાં ઈશ્વર સમીકર, કેતન રાઠોડ ,વિશ્વાપંડ્યા, મુંબઈ બોલીવુડ અભિનેત્રી પુજા ભાનુશાળી, જીતુ પંડયા, દિવ્યા વાણીયા, રિન્કુ રાઠોડ, પાર્થ ગોહેલ અપેક્ષા રાઠોડ, જયદીપ પંડ્યા ફોરમ રાઠોડ રાકેશ સીલુ, નિતીન પટેલ, જયંત શાહ, ઇન્દુ સરકાર, રમીલા મિસ્ત્રી, અમર વાઘેલા બાપુ, માધવ, કાકા, શર્માજી, કિરણ પરમાર, દીક્ષિત પંચાલ, મુંબઈ રોકસ્ટાર રોકી આહીર, ડાન્સ ગ્રુપ ડી. એચ. અમીન તેમજ કવિ ખામોશ સહિતના નામાંકિત કલાકારોએ પોતાના અભિનયના રંગ ઓજસ પાથર્યા છે. ફિલ્મનું સંગીત જયકર ભોજક અને કમલેશ વૈદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે આ મધુર ગીતોને જયકર ભોજક, કેતન રાઠોડ, ભૂમિકા જોશી, ડિમ્પલ પંચોલી, અર્પિતા, અને કિરીટ કનોડીયા એ પોતાના અવાજથી શણગાર્યા છે. આ ફિલ્મના સુંદર ગીતોનું લેખન જયકર ભોજક, અને કેતન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મને પડદા પર આબેહૂબ કંડારવા માટે ડી.ઓ.પી અજય રાણા અને કાળુભાઈ ભરવાડ દ્વારા અદભુત સિનેમેટોગ્રાફી કરવામાં આવી છે અને એસોસિએટ ડિરેક્ટર તરીકે મહેશ પ્રજાપતિએ જવાબદારી નિભાવી છે. આ આખા પ્રોજેક્ટનું સચોટ સંચાલન પ્રોડક્શન મેનેજર રીન્કુ રાઠોડ, અપેક્ષા રાઠોડ, ફોરમ રાઠોડ, દર્શિલ રાઠોડ અને ઉન્નતી ચાવડાની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. શૂટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ફિલ્મ ખૂબ જ ટૂંક સમયમાં પોસ્ટ-પ્રોડક્શન ના તબક્કામાં પ્રવેશ શે.છે ફિલ્મના પ્રમોશનલ વીડિયો ઝ સેટ પરથી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મના સત્તાવાર ટેઝર, ટ્રેલર અને રિલીઝ ડેટ ની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.
You may also like
-
Divine Unveiling of the First Look Poster of the First Gujarati Pan-India Film ‘Shree Kesari Nandan’ at Shree Kashtbhanjan Dev Sarangpur Dham
-
વીકએન્ડ માટે પરફેક્ટ પિક્ચર: પરિવાર સાથે મનોરંજન માણવા માટે અચૂક જુઓ ‘ચટણી’
-
ઈન્ડિયા આર્ટ ફેર (IAF) EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લોન્ચ થઈ રહી છે, જે શહેરના આર્ટ, ડિઝાઇન અને સ્થાપત્ય (આર્કિટેક્ચર)ના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે
-
અતુલ ઈન્ડિયા મૂવીઝ દ્વારા પ્રથમ ગુજરાતી પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ની ઘોષણા ; 7 ભાષાઓમાં રામ નવમી 2027 પર થશે રિલીઝ
-
ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’નું પોસ્ટર લોન્ચ
