ફિલ્મ ‘મિસરી’નું JOJO પ્લેટફોર્મ પર ડિજિટલ પ્રીમિયર, 19 ફેબ્રુઆરીથી ફિલ્મ થશે સ્ટ્રીમ

વર્ષ 2025ની સૌથી સફળ અને ચર્ચિત ગુજરાતી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘મિસરી’, થિયેટરોમાં પ્રેક્ષકોના દિલ જીત્યા બાદ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. પ્રેમ, લાગણી અને હાસ્યથી ભરપૂર આ ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર 19 ફેબ્રુઆરી, 2026 થી લોકપ્રિય OTT પ્લેટફોર્મ JOJO પર થવા જઈ રહ્યું છે. કુશલ એમ. નાયક દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક સંપૂર્ણ ઇમોશનલ અને એન્ટરટેઈનમેન્ટ રોલર-કોસ્ટર સાબિત થઈ છે.

ફિલ્મની સૌથી મોટી તાકાત તેની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય સ્ટાર કાસ્ટ છે. ગુજરાતી સિનેમાની સૌથી પ્રિય ઓન-સ્ક્રીન જોડી માનસી પારેખ અને રોનક કામદાર ફરી એકવાર પોતાની શાનદાર કેમિસ્ટ્રીથી દર્શકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. આ જોડીને અગાઉની ફિલ્મોમાં પણ પ્રેક્ષકોનો અઢળક પ્રેમ મળ્યો છે, જેનો જાદુ ‘મિસરી’ માં પણ યથાવત છે. આ ઉપરાંત, દિગ્ગજ અભિનેતા ટીકૂ તલસાણિયાની અદભૂત કોમેડી ફિલ્મને અલગ સ્તર છે, જ્યારે પ્રેમ ગઢવી અને હિતુ કનોડિયા જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકાઓમાં છે.

આ પ્રસંગે JOJO એપના CEO અને ફાઉન્ડર ધ્રુવિન શાહ જણાવે છે કે, “JOJO પ્લેટફોર્મ પર અમારો હંમેશા એવો પ્રયાસ રહ્યો છે કે અમે શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર ગુજરાતી કન્ટેન્ટ આપીએ. ‘મિસરી’ એ વર્ષ 2025ની સૌથી મનપસંદ ફિલ્મોમાંની એક રહી છે અને અમને ગર્વ છે કે અમે આ અદભૂત લવ સ્ટોરીને ડિજિટલ માધ્યમથી વિશ્વભરના ગુજરાતી દર્શકો સુધી પહોંચાડી રહ્યા છીએ. આ ફિલ્મની મીઠાશ દરેક ઉંમરના પ્રેક્ષકોને ગમશે તેની મને ખાતરી છે.” માત્ર અભિનય જ નહીં, પરંતુ ‘મિસરી’ ના મ્યુઝિકે પણ દર્શકોના દિલ જીતી લીધા છે. ફિલ્મના સોન્ગ્સની લોકપ્રિયતાએ તેની સફળતામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. એક મુક્ત ભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટરી ઇન્સ્ટ્રક્ટરની આ વાર્તા આજના યુગમાં વિશ્વાસ, ધીરજ અને સાચા પ્રેમની કસોટીને અત્યંત સાદગી અને સુંદરતાથી રજૂ કરે છે. જો તમે થિયેટરમાં આ ફિલ્મ જોવાનું ચૂકી ગયા હોવ અથવા ફરી એકવાર આ મીઠી મુસાફરીનો આનંદ માણવા માંગતા હોવ, તો 19 ફેબ્રુઆરીથી તે ફક્ત JOJO પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *