લગ્નની સીઝનમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે ફિલ્મ ‘બિચારો બેચલર’નું નવું સોન્ગ – ‘છોરો કે દા’ડાનું પૈણું પૈણું કરતો તો

  • કિંજલ દવેના અવાજમાં સ્વરબદ્ધ અને પ્રિન્સ ગુપ્તાની કમાલની કોરિયોગ્રાફી

ગુજરાત : ફિલ્મ બિચારો બેચલરની રિલીઝ ડેટની ઘોષણા થયા બાદ દર્શકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. દર્શકોએ ફિલ્મના ટિઝરને ખૂબ જ વધાવ્યું છે. હવે ફિલ્મના મેકર્સ દ્વારા એક સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે-  ‘છોરો કે દા’ડાનું પૈણું પૈણું કરતો તો… કિંજલ દવેના અવાજમાં સ્વરબદ્ધ અને પ્રિન્સ ગુપ્તાની કમાલની કોરિયોગ્રાફી દર્શાવતું આ સોન્ગ આ લગ્નની સીઝનમાં દરેકના પ્લેલિસ્ટમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. વીર સ્ટુડિયોઝની રાજુ રાડિયા પ્રોડક્શન્સના સહયોગ સાથેની આ ફિલ્મ 2 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થઈ રહી છે.

એસ આર પટેલ અને રાજુ રાડિયા (જર્સી સિટી) દ્વારા પ્રોડ્યુસ કરાયેલ અને ગુજરાતી સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર વિપુલ શર્મા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં ડૉ. જયેશ પટેલ (જર્સી સિટી) અને નિખિલ રાયકુંડલીયા (જર્સી સિટી) કો- પ્રોડ્યુસર્સ છે. તુષાર સાધુની સાથે આ ફિલ્મમાં ૯ ટેલેન્ટેડ અભિનેત્રીઓ જોવા મળે છે. નવા રિલીઝ થયેલા સોન્ગમાં તુષાર સાધુની સાથે આ અભિનેત્રીનોનો ધમાકેદાર ડાન્સ જોવા મળી રહ્યો છે. આ સોન્ગના શબ્દો વિહુલ જાગીરદાર દ્વારા લખાયા છે અને મ્યુઝિક રાહુલ પ્રજાપતિ દ્વારા અપાયું છે.

‘બિચારો બેચલર’ માં તુષાર સાધુ સાથે પ્રશાંત બારોટ, જય પંડ્યા, જૈમિની ત્રિવેદી,સાહિલ પટેલ, અંશુ જોશી, હિરવ ત્રિવેદી, ભૂમિકા પટેલ, દીપેન રાવલ, કૃણાલ ભટ્ટ અને કૃણાલ સુથાર જોવા મળશે. આ સાથે જ અભિનેત્રીઓમાં ટ્વિંકલ પટેલ (કચ્છડિયા), રિદ્ધિ ડાંગર, શિવાની પંચોલી, માધવી પટેલ, તીર્થા ભટ્ટ , ક્રિના પાઠક, શિવાંગી નાયક, ખુશ્બુ ત્રિવેદી અને આંચલ શાહ એવા અનેક કલાકારો મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.

ફિલ્મ 2 જાન્યુઆરી 2026ના રોજ પ્રેક્ષકો સુધી પહોંચવા તૈયાર છે. ગુજરાતી દર્શકો માટે હાસ્ય, લાગણી અને શુદ્ધ મનોરંજનનું આકર્ષક સંયોજન બનતી આ ફિલ્મની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે.

સોન્ગ લિંક- https://www.youtube.com/watch?v=i-Qft1hAocY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *