તાજેતરમાં જાણવા મળ્યું છે કે “નવરાત”ના ફિઝિકલ પાસની નકલ કરી, તેને સસ્તા ભાવે વેચીને કેટલાક લોકો ગેરરીતે નફો કમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઘટના ગંભીર હોવાને કારણે આયોજકો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે થી નવરાત્રી માટે કોઈ પણ પ્રકારના ફિઝિકલ પાસ આપવામાં આવશે નહીં. ફક્ત ઑનલાઇન / ડિજિટલ પાસ જ માન્ય રહેશે.
અમદાવાદના ભાડજ સર્કલ પાસે “નવરાત” નામક ગરબા ઇવેન્ટ 10 દિવસ માટે આયોજિત કરાઈ છે. આયોજક કિશનભાઈ અશોકભાઈ ગઢવી એ 22 અને 23 તારીખ માટે કોલેજના વિદ્યાર્થીઓને પાસની વહેંચણી કરી હતી અને તે માટેના પાસ પ્રિન્ટિંગની દુકાને પ્રિન્ટ કરાવ્યા હતા. પરંતુ 24 તારીખના ગરબામાં પણ અમુક લોકો કોમ્પલીમેટ્રી પાસ લઈને આવ્યા હતા, આયોજકો એ આપ્યા જ ન હતા. આયોજકોને આ બાબત ધ્યાનમાં આવતા જ તેમણે ફિઝિકલ પાસની વહેંચણી બંધ કરીને ફક્ત ઈ- પાસ જ હવે માન્ય રાખ્યા છે.
માન્ય પાસ મેળવવા માટે માત્ર અધિકૃત પ્લેટફોર્મ જ ઉપલબ્ધ રહેશે, જેમાં BookMyShow, District અને NauRaat.comનો સમાવેશ થાય છે. પ્રજાજનોને વિનંતી છે કે તેઓ કોઈપણ બિનઅધિકૃત સ્ત્રોતમાંથી પાસ ન ખરીદે. માત્ર અધિકૃત માધ્યમો પરથી જ પાસ મેળવી નૌરાત્રીની ઉજવણીનો આનંદ માણે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ સૌને સુરક્ષિત, પારદર્શક અને આનંદમય અનુભવ ઉપલબ્ધ કરાવવાનો છે.
You may also like
-
‘મા નવરાત્રી’માં શ્રી પુરુષોત્તમ રૂપાલાના ગરબા ગાનથી ઝૂમી ઉઠ્યા ખેલૈયાઓ
-
ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી – ધ મંડળી ગરબા 2025” ભવ્યતા, સંગીત અને ઉત્સાહ સાથે અમદાવાદમાં
-
“પરંપરા સાથે નવરાત્રિનું નવતર ઉજવણી – ‘ગામઠી ગરબા 2025’નું ભવ્ય પ્રી-લૉન્ચ”
-
મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ®️ – સીઝન 2: આ વર્ષ 2024 ના અંતમાં ડિસેમ્બર – 27મી, 28મી અને 29મી તારીખે મુંબઈ, મહારાષ્ટ્રમાં એક આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ યોજાશે
-
શ્રી સત્વ શ્રીજી ફ્લેટ, નરોડા ખાતે ગરબાનું આયોજન