અમદાવાદમાં રાધે ફાર્મ ખાતે “માઁ નો ગરબા”ની પ્રિ- નવરાત્રિના ભાગરૂપે જામી ગરબાની રમઝટ

માઁ નો ગરબો 2025 – પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી 10 દિવસીય “માઁ નો ગરબો 2025” નો ભવ્ય ઉત્સવ યોજાશે. આ વર્ષે કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે જ્યાં દરરોજ 7,000 થી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે અને કુલ 75,000 થી વધુ લોકો આ મહોત્સવનો લાભ લેશે. જેને અનુલક્ષીને પ્રિ- નવરાત્રિનું આયોજન કરાયું હતું. જેમાં, મુખ્ય મહેમાન તરીકે પાયલબેન કુકરાણી (એમએલએ), રીટાબેન પટેલ, બાબુલાલ જમનાદાસ પટેલ, સોનાલીબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને “માઁ નો ગરબો” ના આયોજકો મહર્ષિ ગોપાલભાઈ પટેલ, ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ, દીપ કનુભાઈ પટેલ અને વિશ્વ યોગેશ ભાઈ પટેલ તેમનું અભિવાદન કર્યું હતું.

આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે. 10 દિવસ 10 કલાકારોની સાથે ટ્રેડિશનલ ગરબાની રમઝટ બાત ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે. આ અનુભવ ખાસ કરીને યુવાનો અને કોલેજ સ્ટૂડન્ટ્સ માટે અનોખો છે કારણ કે તે એક “વન સ્ટેપ ગરબો” છે, જે સરળ અને સતત રાત્રિભર આનંદ માણવાની તક આપે છે.

આ વર્ષે ગરબા સ્થળે પ્રથમવાર ફલી માર્કેટનું પણ આયોજન થશે, જેનું નામ છે “શાંકડી શેરી”, જેમાં ઘરઆંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા ઈમિટેશન જ્વેલરી, હેન્ડક્રાફ્ટેડ ઍક્સેસરીઝ, એથનિક વેર, ચણિયાચોળી, હોમ ડેકોર અને નાનાં-મોટાં ફેસ્ટિવલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે. આ પ્લેટફોર્મ લોકલ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરશે અને મુલાકાતીઓને ખરીદીનો નવો અનુભવ કરાવશે.

કાર્યક્રમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને CCTV સર્વેલન્સ અને હાઈ સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ, જાણીતા કલાકારો જેમ કે અશિતા અને અમીપ પ્રજાપતિ, હિમાલી વ્યાસ નાયક, ખૂશ્બુ આસોડીયા, કમલેશ બારોટ, આરીફ મીર, તારિકા જોષી, ,સોનુ ચારણ, મિહિર જાની, અરવિંદ વેગડા વગેરે સિંગર્સના તાલે ખેલૈયાઓ ઝૂમશે. ખાસ વાત એ છે કે “માઁ નો ગરબો”નું ડેકોરેશન ગામઠી સ્ટાઇલમાં છે કે જેનાથી આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે. ડેકોરેશનમાં 51 શક્તિપીઠનું ડેકોર કરાયું છે.

ગરબા રમવા આવનાર ખેલૈયાઓ માટે પૂરતી પાર્કિંગ સુવિધા, ફૂડ કોર્ટ તેમજ મેડિકલ ઇમરજન્સી માટે સ્પેશ્યલ ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે, પરિવાર સાથે આવનાર લોકો માટે ખાસ ફેમિલી ઝોન રાખવામાં આવ્યો છે જેથી તેઓ આરામથી ઉત્સવનો આનંદ માણી શકે. આ તમામ સુવિધાઓ “માઁ નો ગરબો 2025” ને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને યાદગાર અનુભવ બનાવશે. “માઁ નો ગરબો” માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એ પરંપરાની સાથે આધુનિકતાનો મિલાપ છે, જે નવી પેઢીને મૂળ સંસ્કૃતિ સાથે જોડે છે. વિશાળ પાર્ટીપ્લોટમાં વિના મૂલ્યે પાર્કિંગની પણ પૂરતી સુવિધા છે. અહીં ગરબાના પાસ પણ એફોર્ડેબલ છે. ઘણાં જાણીતા સેલિબ્રિટીઝ પણ માઁ નો ગરબોનો ભાગ બનશે.

“ગરબા મહોત્સવમાં આ વખતે ખાસ ‘ગામઠી થીમ’ રજૂ કરવામાં આવી છે, જે ગુજરાતની પરંપરાગત અને સાંસ્કૃતિક ઝાંખીને ઉજાગર કરે છે. લોકસંસ્કૃતિની મહેક સાથેનું વાતાવરણ લોકોને ગામઠી ગરબાની મીઠાશનો અનોખો અનુભવ કરાવશે. સાથે જ માતા શક્તિ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરવા માટે ૫૧ શક્તિપીઠની ભવ્ય ઝાંખી રજૂ થશે, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *