અમદાવાદ, 30 ઓગસ્ટ 2025: ભારતનું પ્રતિષ્ઠિત સન્માન પ્લેટફોર્મ – ગ્રોથ એવોર્ડ્સનું 7મું એડિશન, 29 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદના YMCA ઇન્ટરનેશનલ સેન્ટરમાં ભવ્ય રીતે યોજાયું. આ કાર્યક્રમનું સંચાલન શ્રી યશેષ શાહ ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગસાહસિકો, બિઝનેસ લીડર્સ અને પ્રોફેશનલ્સની, સ્ટાર્ટઅપની નોંધપાત્ર સિદ્ધિઓ તથા ઇનોવેશનને ઉજવવામાં આવ્યા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતાઓને એવોર્ડ્સ અર્પણ કરીને તેમની સિદ્ધિઓને અભિનંદન પાઠવ્યા અને આ પ્રકારના પ્લેટફોર્મ્સ ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે પ્રેરક બનતા હોવાની વાત કરી.
કાર્યક્રમમાં અગ્રણી મહાનુભાવો, ઉદ્યોગજગતના આગેવાનો તથા વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા અને ઉત્કૃષ્ટ પ્રતિભા તથા પ્રેરણાદાયક યાત્રાઓને સન્માનિત કર્યા. આ એવોર્ડ શોને મૂડ ઓફ વુડ દ્વારા પાવર બાય સ્પોન્સર તરીકે, એચ મ કન્સલ્ટન્સી દ્વારા ટાઇટલ સ્પોન્સર તરીકે સહકાર મળ્યો હતો. સાથે જ IFEAનું સપોર્ટ અને પોઝિટિવ પ્રિન્ટ બ્રાન્ડિંગ પાર્ટનર તરીકે જોડાયા હતા, જ્યારે THE ATM CO. – પુરસ્કારો, ટ્રોફી અને મેડલ ગિફ્ટિંગ પાર્ટનર તરીકે જોડાયા.

આ પ્રસંગે, ગ્રોથ એવોર્ડ્સના સંચાલક શ્રી યશેષ શાહ એ જણાવ્યું કે: “અમારું લક્ષ્ય હંમેશા એક એવું વિશ્વસનીય પ્લેટફોર્મ આપવા પર રહ્યું છે જે ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશનલ્સની મહેનત તથા સમર્પણને માન્યતા આપે. આ વર્ષે મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ દર્શાવે છે કે ગ્રોથ એવોર્ડ્સે લોકોના મનમાં વિશ્વાસ અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે.”
કાર્યક્રમ દરમિયાન વિવિધ કેટેગરીમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા જેમ કે ફૂડ, ફર્નિચર, સામાજિક સેવા, શિક્ષણ, આઈ ટી, હેલ્થ અને વેલનેસ, ઑટોમોબાઇલ, મેટલ, કેમિકલ વિગેરે વિજેતાઓને પ્રતિષ્ઠિત ટ્રોફી અને સન્માનપત્રો આપી નવાજવામાં આવ્યા હતા, જે સાંજને સ્મરણિય બનાવતી સાથે નેટવર્કિંગ અને સેલિબ્રેશનનો અવસર પણ બની.
વધુ વિગતો માટે મુલાકાત લો: www.growthawards.in
You may also like
-
નવરંગી નવરાત્રી 2025 : સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનો અવિસ્મરણીય મહોત્સવ
-
ગ્રોથ એવોર્ડ્સ 2025માં સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રા. લિ.ને મળ્યો “બેસ્ટ પીઆર એજન્સી ઑફ ગુજરાત”નો પ્રતિષ્ઠિત એવોર્ડ
-
રિયા મર્ચન્ટની ડિજી ડ્રીમ કન્સલ્ટન્સી ને બિગ એવોર્ડ્સ 2025 માં બેંગલોર ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત
-
ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર રાજ મોદીની મુલાકાત: સનાતન સંસ્કૃતિ પ્રચાર, નારી સશક્તિકરણ અને આંતરરાષ્ટ્રીય સહકાર પર ચર્ચા
-
દેવિન ગવારવાલાની “ગ્લોબલ ટ્રેઝર્સ” શ્રેણી: વારસો અને સંસ્કૃતિનું પ્રતિબિંબ