
ગુજરાતી સિનેમા જગતમાં એક નવી દિશા તરફ મોટું પગથિયો ભરતી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ હવે રિલીઝ થવા માટે તૈયાર છે. આજ રોજ ફિલ્મનું પોસ્ટર મ્યુઝિક સાથે જાહેર કરવામાં આવ્યું છે ફિલ્મમાં જે-જે કલાકારો છે, તેમના ચહેરા આ પોસ્ટરમાં બતાવ્યા છે અને પોસ્ટરને મ્યુઝિક રિલીઝ સાથે દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ ગાઢ બનશે. આ સાથે જ ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે – ‘વિશ્વગુરુ’ આગામી 1 ઓગસ્ટ, 2025 ના રોજ રાષ્ટ્રીય સ્તરે રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મનું નિર્દેશન શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મના નિર્માતા છે સતીશ પટેલ (સુક્રિત પ્રોડક્શન). ફિલ્મનું સંકલન કિર્તિભાઈ અને અતુલ સોની દ્વારા કરાયું છે. ફિલ્મમાં સંગીતની દિશા મેહુલ સુરતી દ્વારા સંભાળવામાં આવી છે અને એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર તરીકે કશ્યપ કપટા જોડાયા છે.
ફિલ્મમાં અનેક પ્રતિભાશાળી અને અનુભવી કલાકારોને શામેલ કરવામાં આવ્યા છે જેમકે ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભરદ્વાજ, મુકેશ ખન્ના, પ્રશાંત બરોટ, મકરંદ શુક્લ, સોનુ ચંદ્રપાલ, શ્રદ્ધા ડાંગર, હિના જયકિશન, રાજીવ મહેતા, ધર્મેશ વ્યાસ, જાની ભાવિની, ચેતન દૈયા, સોનાલી લેલે અને કુરૂષ દેબૂ. આ બધા કલાકારો પોતપોતાના પાત્રમાં એટલા સુંદર રીતે અભિનય કરશે કે ફિલ્મને જોવાનું અનુભવું વધુ પ્રભાવશાળી બનશે.
‘વિશ્વગુરુ’ માત્ર એક ફિલ્મ નથી, તે ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન અને મૂલ્યોને આધુનિક અભિગમ સાથે રજૂ કરતી એક દૃઢ દૃષ્ટિ છે. ફિલ્મમાં સમાજ, રાજકારણ અને વ્યક્તિગત મક્કમતાઓ વચ્ચેના ઘર્ષણને ગહન રીતે રજૂ કરવામાં આવ્યું છે. દરેક પાત્ર પોતાની દૃષ્ટિએ સાચું લાગે છે, પણ જ્યારે વિચારોની ટકરાવ થાય, ત્યારે સાચું કે ખોટું શું છે એ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ બને છે – અને એ જ વાત આ ફિલ્મ ઉંડાણથી રજૂ કરે છે.
ટેક્નિકલ દ્રષ્ટિએ ફિલ્મના સંગીત, સિનેમેટોગ્રાફી અને સંપાદન પર વિશેષ ધ્યાન અપાયું છે, જેથી પ્રેક્ષકોને એક શ્રેષ્ઠ દૃશ્ય અને ભાવનાત્મક અનુભવ મળી શકે. ફિલ્મનું વિતરણ રૂપમ એન્ટરટેઇનમેન્ટ દ્વારા રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે, જેથી માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં પ્રેક્ષકો સુધી ફિલ્મ પહોંચી શકે.
You may also like
-
Divine Unveiling of the First Look Poster of the First Gujarati Pan-India Film ‘Shree Kesari Nandan’ at Shree Kashtbhanjan Dev Sarangpur Dham
-
ગુજરાતી સિનેમામાં 19 વર્ષીય યુવા નિર્માતા દક્ષ એ. વાસુનો ધમાકેદાર પ્રવેશ, ‘દ્વાન પ્રોડક્શન’ની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ
-
‘દ્વાન પ્રોડક્શન’ દ્વારા નવી ગુજરાતી ફિલ્મનું શુભ મુહૂર્ત
-
શ્રીનિક પ્રોડક્શન દ્વારા આગામી ગુજરાતી ફિલ્મ માટે અમદાવાદમાં ભવ્ય ‘ઓપન ઓડિશન’નું આયોજન
-
E4U એન્ટરટેઈનમેન્ટની ઘોષણા : ગુજરાતી સિનેમામાં ફેમિલી એન્ટરટેઈનમેન્ટ અને નવી પ્રતિભાઓને મળશે ગ્લોબલ પ્લેટફોર્મ
