અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નવીનતા અને ગુણવત્તાસભર ફિલ્મો આપવા માટે જાણીતા શ્રીનિક પ્રોડક્શન દ્વારા તેમના પ્રોજેક્ટ નંબર 3 અને 4 માટે ભવ્ય ઓપન ઓડિશનની જાહેરાત કરવામાં આવી છે. આ ઓડિશન આગામી રવિવાર, 22 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં યોજાશે. આ ઓડિશન Male, Female, Child અને Senior કેટેગરી માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.
આ ઓડિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના ખૂણે-ખૂણે છુપાયેલી કલા અને નવા ચહેરાઓને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. શ્રીનિક પ્રોડક્શન માને છે કે યોગ્ય તક મળે તો નવી પ્રતિભાઓ ગુજરાતી સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે.
📅 તારીખ: 22 ફેબ્રુઆરી 2026
⏰ સમય: બપોરે 3:00 થી રાત્રે 8:00
📍 સ્થળ: Titanium City Center Club House, પ્રહલાદ નગર, Ahmedabad
તમામ રસ ધરાવતા કલાકારોને આ સુવર્ણ અવસરનો લાભ લેવા વિનંતી છે. 🎬✨
You may also like
-
ગુજરાતી સિનેમાની હિટ ડ્રામા ફિલ્મ ‘બેહદ’નું 9 જુલાઈથી JOJO એપ પર થશે સ્ટ્રીમિંગ
-
સાઇકલિંગ અને હાઈ-એનર્જી એક્શનથી ભરપૂર ભારતની પ્રથમ ગુજરાતી સાઇકલ હાઇસ્ટ ફિલ્મ ‘ગેટ સેટ ગો’ નું ટીઝર રિલીઝ
-
ગુજરાતી સિનેમાની પ્રથમ ફોક-થ્રિલર ‘કડકનાથ’ મસ્ટ-વોચ ફિલ્મ : બોલિવૂડની ‘વેલકમ ટુ ધ જંગલ’ ની સામે દર્શકોએ આ ગુજરાતી કન્ટેન્ટને વધાવ્યું
-
માં કૃપા ફિલ્મ્સ ની આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’ નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ: સેટ પર કલાકારો અને ટીમ મેમ્બર્સે કેક કાપીને કરી શાનદાર ઉજવણી
-
એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી JOJO એપ પર થશે સ્ટ્રીમ!
