‘પક્કા જોડ’ને મજબૂત બનાવવાના સંદેશ સાથે બન્યા નેશનલ બ્રાન્ડ એમ્બેસેડર, કંપનીની પ્રોડક્ટ સુપિરિયોરિટી દર્શાવતુ નવું કેમ્પેઇન પણ લોન્ચ કર્યું
~ નવું 360° કેમ્પેઇન #SirfJodoNahinFayedonKeSaathJodo મે 2025 થી ટીવી, પ્રિન્ટ, OOH અને ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ થવા માટે તૈયાર છે
એપ્રિલ 2025: જ્યોતિ રેઝિન્સ એન્ડ એડહેસિવ્સ લિમિટેડની મુખ્ય બ્રાન્ડ અને વૂડ એડહેસિવ્સ કેટેગરીમાં ભારતના સૌથી ઝડપથી વિકસતા નામોમાંથી એક, યુરો એડહેસિવ્સ એ પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠીને તેમના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. આ સ્ટ્રેટેજિક એસોશિએશન બ્રાન્ડના નેશનલ ફૂટપ્રિન્ટને વધારવા અને ગ્રાહકો, વ્યાવસાયિકો અને વેપાર ભાગીદારો સાથે તેના જોડાણને વધુ ગાઢ બનાવવાના વિશાળ વિઝનનો એક ભાગ છે.
આ જાહેરાત વિશે, જ્યોતિ રેઝિન્સ એન્ડ એડહેસિવ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉત્કર્ષ પટેલે જણાવ્યું હતું કે “યુરોએડહેસિવ્સ માં, અમે ફક્ત મટિરિયલ્સ સાથે જ નહીં પરંતુ અમારા ઇકોસિસ્ટમના દરેક હિસ્સેદાર સાથે હંમેશા સ્ટ્રોંગ, લાસ્ટિંગ બોન્ડ બનાવવામાં માનીએ છીએ. પંકજ ત્રિપાઠીમાં, અમને એક એવું વ્યક્તિત્વ મળ્યું જે વિશ્વાસ, પ્રમાણિકતા અને સમગ્ર ભારતમાં આકર્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના સિદ્ધાંતો અમારા મૂલ્યો સાથે સુંદર રીતે સુસંગત છે, અને આ ભાગીદારી દ્વારા, અમે બ્રાન્ડ રિકોલને વધુ વેગ આપવા, પસંદગીને આગળ વધારવા અને રાષ્ટ્રીય સ્તરે શહેરી અને ગ્રામીણ બજારોમાં અમારી પહોંચને વિસ્તૃત કરવાનો લક્ષ્ય રાખીએ છીએ.”
આ જાહેરાત સાથે યુરો એડહેસિવ્સ નું એકદમ નવું એડવર્ટાઈઝમેન્ટ કેમ્પેઇન, #SirfJodoNahinFayedonKeSaathJodo લોન્ચ થઈ રહ્યું છે, જે બ્રાન્ડના વિકસીત વેલ્યુ પ્રયોઝીશનની એક મજબૂત અભિવ્યક્તિ છે – જે ફક્ત મજબૂત જોડ જ નહીં, પરંતુ ફાસ્ટ ડ્રાયિંગ, ટર્માઈટ રેઝિસ્ટન્સ, વોટરપ્રૂફ, વેધર પ્રૂફ જેવા મીનિંગફુલ પરફોર્મન્સ બેનિફિટ્સનું એસ્યોરન્સ આપે છે અને ઓછા પ્રોડક્ટ યુસેઝ સાથે વધુ કવરેજ આપે છે. 360-ડિગ્રી કેમ્પેઇન મે 2025 દરમિયાન ટેલિવિઝન, પ્રિન્ટ, ડિજિટલ અને આઉટ-ઓફ-હોમ (OOH) પ્લેટફોર્મ પર લાઇવ થશે.
આ કેમ્પેઇનમાં પંકજ ત્રિપાઠીને અલગ અલગ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે – એક નેબરહૂડ હાર્ડવેર સ્ટોરના માલિક અને એક સમજદાર ઘરમાલિક – દરેક ફિલ્મમાં વર્ષોથી યુરો એડહેસિવ્સ ના વિશ્વસનીય સોલ્યુશન્સ સાથે એક વાસ્તવિક દુનિયાના એડહેસિવ સાથે સંકળાયેલી ચેલેન્જીસ દર્શાવવામાં આવી છે.
પંકજ ત્રિપાઠીએ યુરો ફેમિલીમાં જોડાવા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું, “હું માનું છું કે તાકાત પાયામાં રહેલી છે – પછી ભલે તે સ્ટોરીમાં હોય કે કોઈ સ્ટ્રક્ચરમાં. યુરો એડહેસિવ્સ વિશ્વસનીયતા અને શ્રેષ્ઠતાનું પ્રતીક છે, એવા મૂલ્યો જેની સાથે હું ગાઢ સંબંધ રાખું છું. મને એવી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ છે જે કારીગરો અને સર્જકોને દરરોજ કાયમી કાર્ય કરવા માટે આત્મવિશ્વાસ સાથે સશક્ત બનાવે છે.”
આશરે રૂ. 1,500 કરોડના માર્કેટ કેપ સાથે, 2006 માં સ્થાપિત યુરો એડહેસિવ્સ, વૂડએડહેસિવ્સ કેટેગરીમાં એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. કંપનીએ ઇનોવેશન, ઉત્પાદન સુસંગતતા અને એન્ડ- યુઝર સેટિસ્ફેક્શન અને ડિલાઇટ માટે મજબૂત પ્રતિષ્ઠા બનાવી છે.
અમદાવાદના સાંતેજમાં એક અત્યાધુનિક ઉત્પાદન યુનીટ સાથે, કંપની તેની વાર્ષિક ક્ષમતા 40,000 ટન સુધી વધારવા માટે તૈયાર છે. યુરોનું વિસ્તૃત નેટવર્ક હાલમાં 14 રાજ્યોમાં ફેલાયેલું છે, જે 100થી વધુ શહેરો અને 12,000 થી વધુ ડીલર્સ પોઈન્ટ દ્વારા સેવા આપે છે, અને સમગ્ર ભારતમાં 3,50,000થી વધુ કાર્પેન્ટર્સ (સુથારો) સાથે જોડાય છે.
યુરો એડહેસિવ્સ નાં ફ્યુચર પ્લાન્સની વાત કરીએ તો, બ્રાન્ડ આગામી થોડા વર્ષોમાં પ્રોડક્ટ ઇનોવેશન, વ્યૂહાત્મક માર્કેટિંગ અને ડીપ એન્ગેજમેન્ટ એક્ટિવિટીઝ દ્વારા કેટેગરી લીડરશીપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
વધુ માહિતી માટે, www.euro7000.com ની મુલાકાત લો.
You may also like
-
JOJO અને એલજી ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે ભાગીદારી: એલજી ચેનલ્સ પર પ્રીમિયમ ગુજરાતી FAST ચેનલ ‘JOJO TV’ લોન્ચ કરવામાં આવી
-
IndiesemiC એ ભારતમાં સ્વદેશી સેમિકન્ડક્ટર પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે Kaynes Semicon સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
-
IFFCO ના પારાદીપ યુનિટમાં સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ–3નું રાષ્ટ્રને સમર્પણ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા
-
NB ગ્રુપ દ્વારા અમદાવાદમાં ‘NB પામ’ લોન્ચ, સાયન્સ સિટી રોડ પર લક્ઝરી 4 અને 5 BHK રેસિડેન્સીસ
-
ઓડિશામાં કથિત જમીન કૌભાંડ: JSW, સેફ્રોન અને લેન્કો ડીલની SEBI તપાસ માટે ગ્રામીણ લોકોની માંગ; રોકાણકારો સાથે છેતરપિંડી અને જાહેર નુકસાનની ચેતવણી
