રાજકોટ : દરેક વર્ષના માર્ચ મહિનાના બીજાં ગુરુવારે વિશ્વ કિડની દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ છે – લોકોમાં કિડનીના આરોગ્ય વિશે જાગૃતિ લાવવી અને દરેક વ્યક્તિ સુધી સ્વસ્થ કિડની માટેનું સંદેશ પહોચાડવાનો છે. ડૉ. પ્રિતિશ શાહ – કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ જણાવે છે કે, કિડની – આપણા શરીરના કુદરતી ફિલ્ટર્સ છે. કિડની આપણા શરીરમાં એક શાંત અને નિષ્ઠાવાન અંગ છે, જે રોજ લગભગ 180 લિટર લોહી ફિલ્ટર કરે છે. તે લોહીમાં રહેલા વાઘટેલા તત્ત્વો, ટોક્સિન્સ અને વધારાના પ્રવાહોને દૂર કરે છે. સાથે જ, તે શરીરમાં પાણીનું સંતુલન જાળવે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે અને લોહી બનાવવા માટે જરૂરી હોર્મોન પણ ઉત્પન્ન કરે છે.
આ વર્ષે થીમ: “Are Your Kidneys OK? Detect early, protect kidney health” છે. આ થીમ મુજબ, કિડની રોગો સાઇલેન્ટ કિલર તરીકે ઓળખાય છે. કિડની રોગો ઘણીવાર શાંતિથી વિકસે છે – એટલે કે આ રોગના લક્ષણો તબિયત બગડ્યા પછી જ દેખાય છે. શરૂઆતના તબક્કામાં કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી, અને રોગ ઘણા લાંબા સમય પછી ખબર પડે છે.
કિડની ફેલ થવાના સામાન્ય લક્ષણો: ઉલટી કે ઉબકા, ચામડીમાં ખંજવાળ, પગમાં સૂજન, શ્વાસ ની તકલીફ, ભુખ ન લાગવી, થાક લાગવો છે. લગભગ 50%થી વધુ દર્દીઓને તો ત્યારે જ થાય છે જ્યારે એમને ડાયાલિસિસ કરવાની જરૂર પડે છે.
કેમ સમય પહેલા ઓળખવું મહત્વપૂર્ણ છે?- રોગનો સમયસર પતો પડે તો સારવાર શરૂ કરી શકાય, યોગ્ય જીવનશૈલી અને દવાઓથી કિડનીને વધુ નુકસાન થવામાં બચાવ થઈ શકે, ડાયાલિસિસ કે ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવાર લાંબા સમય સુધી ટાળી શકાય., કિડની રોગ પકડી શકાતી સરળ તપાસો: બ્લડ પ્રેશર (રક્ત દાબ) તપાસ, યૂરિન ટેસ્ટ (પ્રોટીન જોવા માટે) અને ક્રિયાટિનિન બ્લડ ટેસ્ટ છે.
સ્વસ્થ કિડની માટે શું કરવું?- પાણી પૂરતું પીવો, મર્યાદિત માત્રામાં મીઠું સેવન કરો, બ્લડ શુગર અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખો, નિયમિત કસરત કરો, તંબાકૂ, સંગ્રહિત ખોરાક અને પેઇનકિલર્સથી દૂર રહો, સમયસર કિડની ચકાસણી કરો – ખાસ કરીને જો કુટુંબમાં ડાયાબિટીસ અથવા કિડની રોગનો ઇતિહાસ હોય
કિડનીનું આરોગ્ય સમગ્ર શરીર માટે મહત્વપૂર્ણ છે. આજના દિવસે, ચાલો આપણે કિડની વિશે વધુ જાણીએ, લોકોમાં જાગૃતિ ફેલાવીએ અને આપણા સ્વાસ્થ્ય તરફ એક પગલું આગળ લઈ જઈએ.
સ્વસ્થ કિડની, સારું જીવન!
You may also like
-
ફોર્ટિસ મુલુંડમાં રક્ષાબંધન પર ભાઈએ બહેનને આપ્યું જીવનદાયી લિવરનું દાન – નવી જીંદગીની ભેટ!
-
ભાગ્યે જ જોવા મળતાં ટ્યુમરનો જીસીએસ હોસ્પિટલમાં સફળ ઈલાજ
-
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, કલર્સ કલાકારો તેમના માટે યોગનો અર્થ શું છે તે જણાવે છે
-
સર્વિયર ઈન્ડિયા ભારતમાં રજૂ કરે છે ‘ઈવોસાઈડેનિબ’ (ટિબસોવો®), વિરલ આઈડીએચ1- મ્યુટેટેડ એએમએલ અને કોલેંગિયોકારસિનોમા માટે ઑન્કોલૉજીમાં પોતાની શ્રેણીમાં પ્રથમ ટાર્ગેટેડ થૅરેપી
-
કન્ઝ્યૂમર ચોઇસ સેન્ટર તરફથી WHOના સંચાલન અને કામગીરીમાં મોટા ફેરફારની માંગ, સભ્યદેશોની ફરજિયાત ફાળવણી વધારવાની મંજૂરી વચ્ચે આવકાર