- ફિલ્મ ‘બિચારો બેચલર’ના હાસ્ય થી ભરપૂર સફળતાના 50 દિવસ
વીર સ્ટુડિયોઝ દ્વારા અને રાજુ રાડિયા પ્રોડક્શનના સહયોગથી નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’ એ બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કરીને 2026ની પહેલી સુપરહિટ ફિલ્મ તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. 1 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે સાત અઠવાડિયા પછી પણ થિયેટરોમાં પોતાની પકડ જાળવી રાખી છે
પરિવાર સાથે માણી શકાય તેવી આ હાસ્યપ્રધાન ફિલ્મને પ્રેક્ષકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના રસપ્રદ કથાસૂત્ર, મનોરંજક સંવાદો અને કલાકારોની જીવંત અભિનયશૈલીને કારણે દર્શકો સતત થિયેટરો સુધી ખેંચાઈ રહ્યા છે. ખાસ કરીને પારિવારિક પ્રેક્ષકોમાં આ ફિલ્મ વિશેષ લોકપ્રિય સાબિત થઈ છે.
ગુજરાતી સિનેમાના જાણીતા દિગ્દર્શક વિપુલ શર્મા દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં લોકપ્રિય અભિનેતા તુષાર સાધુ મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે 9 પ્રતિભાશાળી અભિનેત્રીઓ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.
ફિલ્મની વાર્તા એક 28 વર્ષના યુવાનની સફર છે, જે લગ્નના સામાજિક અને પારિવારિક દબાણ સામે ઝઝૂમી રહ્યો છે. અભિનેતા તુષાર સાધુ જણાવે છે કે, “જ્યારે કોઈ પુરુષ 26-27 વર્ષની ઉંમરે પહોંચે અને હજુ અપરિણિત હોય, ત્યારે તેને સતત એક જ સવાલ પૂછવામાં આવે છે, ‘તું ક્યારે પરણીશ?’ આ માનસિક દબાણ અને પરિસ્થિતિને અમે હાસ્યના માધ્યમથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે”.
આ ફિલ્મને એસ. આર. પટેલ અને રાજુ રાડિયા (જર્સી સિટી) એ પ્રોડ્યુસ કરી છે, જ્યારે ડૉ. જયેશ પટેલ (જર્સી સિટી) અને નિખિલ રાયકુંડલીયા (જર્સી સિટી) કો-પ્રોડ્યુસર્સ તરીકે જોડાયેલા છે.
50 દિવસની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ નિર્માતા ટીમે પ્રેક્ષકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “પ્રેક્ષકોનો પ્રેમ અને સમર્થન જ અમારી સૌથી મોટી સફળતા છે. ‘બિચારો બેચલર’ને મળેલો પ્રતિસાદ સમગ્ર ટીમ માટે ગૌરવની બાબત છે”.
હાલમાં પણ રાજ્યભરના અનેક સિનેમાઘરોમાં ફિલ્મનું સફળ પ્રદર્શન યથાવત્ છે અને આગામી દિવસોમાં આ સુપરહિટ જર્ની વધુ મજબૂત બનશે તેવી આશા છે.
You may also like
-
ફિલ્મ રિવ્યુ: ‘ધરપકડ’
-
અમદાવાદમાં ‘ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ્સ (GISA) 2026’ના ચોથા વર્ષનું આયોજન કરાયું
-
ફિલ્મ ‘ધરપકડ’નું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ થયું રિલીઝ
-
‘વાંકી ચૂકી લવ સ્ટોરી’ – ગુજરાતી સિનેમાની એક મનમોહક રોમેન્ટિક સફર
-
સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શનની આગામી કોમેડી-થ્રિલર ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’
