- ટીઝરમાં જોવા મળે છે દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે
- આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગરનો અવાજ પણ સાંભળવા મળશે
- ટીઝર લિંક – https://youtu.be/vuIDcUx4xxQ?si=0CXuWj716Tq4DGbO
ગુજરાત : “કાશી રાઘવ” ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કર્યા બાદ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ડેટ એનાઉન્સમેન્ટ પોસ્ટર લોન્ચ કર્યા બાદ જ લોકોમાં આ ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી. હવે ટીઝર રિલીઝ થતાં જ લોકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યાં છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ આવતાં વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં રિલીઝ થવા માટે સુસજ્જ છે. દીક્ષા જોશી અને જયેશ મોરેની મુખ્ય ભૂમિકા દર્શાવતી આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે.
ટીઝરમાં એક ટેગલાઈન આવે છે -“કરમ જ ઉગારે ને કરમ જ ડુબાડે, કરમ જેનો કાઠલો ઝાલે, પછી કોઈ નો આવે એની વારે”- જે આપણને ઘણું બધું સમજાઈ જાય છે કે આ ફિલ્મ”કર્મ” પર આધારિત છે ઘણાં સબંધોની મૂંઝવણ અને અને લાગણીઓનો ઉમંગ દર્શાવે છે. ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્મ છે જેમાં, દીક્ષા “પ્રોસ્ટિટ્યૂટ”ના અલગ જ અવતારમાં જોવા મળશે. આવું કદાચ કોઈપણ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર બતાવવામાં આવ્યું છે. કાશી (દીક્ષા જોશી) તેની ગમ થઈ ગયેલ દીકરીને શોધે છે અને પછી શું થાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. કાશી રાઘવ” હિન્દી ફિલ્મોને પણ ટક્કર આપશે તે તો નક્કી જ છે. દીક્ષા જોશી અને જયેશ મોરે સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂ ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.
ફિલ્મમાં કાશી વિશ્વનાથ, વારાણસી, કોલકાત્તા, ગુજરાત વગેરે પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આવું કદાચ કોઈ રિજનલ ફિલ્મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે.
આ ફિલ્મ જતન પંડ્યા, જ્હાન્વી ચોપરા અને ધ્રુવ ગોસ્વામી દ્વારા સહ-લિખિત છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. ઉપરાંત, સિનેમેટોગ્રાફી પ્રતિક પરમાર દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગરનો અવાજ પણ સાંભળવા મળશે કે જેઓ પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયા છે. આ ફિલ્મની ચર્ચા હવે થવા લાગી છે કારણકે આ અનોખો વિષય ગુજરાતી સિનેમામાં લગભગ પ્રથમ વાર આવી રહ્યો છે. દીક્ષા જોશી અને જયેશ મોરે એ પોતાના અભિનય થાકી ચાર ચાંદ લગાડી દીધા છે કે જે દર્શકોને જરૂરથી પસંદ આવશે.
You may also like
-
E4U એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘ચોર નંબર-1’ નું શૂટિંગ પૂર્ણ, નિર્માતા નિલેશ મોદી એ બધા આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા
-
પ્રતીક ગાંધી અને જાનકી બોડીવાલા સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘તંબુરો’ 12મી માર્ચથી થશે JOJO એપ પર સ્ટ્રીમ
-
“મહિલા દિવસ પર કલર્સની મુખ્ય અભિનેત્રીઓ જણાવી રહી છે કે તેમના માટે સશક્તિકરણનો શું અર્થ છે.”
-
JOJO એપ પર 26 ફેબ્રુઆરીએ રિલીઝ થશે વિક્રમ ઠાકોરની પાવર-પેક્ડ ફિલ્મ ‘વિક્રમ નં. 1’
-
સોશિયલ હોરર ડ્રામા ફિલ્મ “છન છન”નું આજે ભવ્ય મુહૂર્ત કરાયું
