પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયાની 7 નવેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાલે લગન છે !?!”માં આ જોડી ‘હું અને તું’ પછી ફરી એકવાર સાથે આવી છે. એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ છે. આ ફિલ્મ હુમાયું મકરાણી દ્વારા લખવામાં તેમજ ડિરેક્ટ કરવામાં આવી છે.
આ એક અલગ જોનરની ફિલ્મ છે, જેમાં એક છોકરો આયુષ (પરીક્ષિત તમાલિયા)દિવ એક લગ્નામાં જવા માટે નીકળ્યો છે, ત્યાં તેને રસ્તામાં એક છોકરી ઇશિકા (પૂજા જોશી) મળે છે. જે સુંદર છોકરીને જોઈને તેને લિફ્ટ આપવામાં આવે છે, તે પાછળથી બંદૂકની અણીએ છોકરાને કિડનેપ કરી લે છે. આમ આ સસ્પેન્સ અને સિચ્યુએશનલ કોમેડીથી ભરેલી રોડ ટ્રિપની સ્ટોરી છે. પૂજા જોશી અલગ જ રાઉડી અવતારમાં જોવા મળશે, જે દર્શકોને જરૂરથી પસંદ આવશે.
ફિલ્મના દરેક કલાકારો જેમ કે અનુરાગ પ્રપન્ના, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક અને ઉમેશ બારોટ વગેરેએ અદ્ભૂત મહેનત કરી છે. ફિલ્મના ગીતો પણ દર્શકો પસંદ કરી રહ્યાં છે. સામાન્ય કોમેડીથી કાંઈક હટકે અને સસ્પેન્સથી ભરપૂર આ ફિલ્મ જરૂરથી તમને પસંદ આવશે.
અમે આ ફિલ્મને 3.5 / 5 સ્ટાર્સ આપીએ છીએ.