ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!” એ રિલીઝ પહેલાં જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધારી દીધી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફૂલ- ઓન ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે જે સામાન્ય કોમેડીથી કાંઈક હટકે અને સસ્પેન્સથી ભરપૂર છે. એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર અત્યંત પ્રતિભાશાળી હુમાયૂન મકરાણી છે. ઉલ્લેખનીય છે કે પૂજા અને પરીક્ષિતની જોડી “હું અને તું” પછી ફરી એકવાર સાથે આવી રહી છે.
“કાલે લગન છે !?!” ફિલ્મમાં પરીક્ષિત અને પૂજા ઉપરાંત અનુરાગ પ્રપન્ના, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક અને ઉમેશ બારાત વગેરે કલાકારો પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.
ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીએ તો ફિલ્મમાં ‘એનોય્ડ આયુષ’ ની જર્ની બતાવવામાં આવી છે જેને દીવ જતી વખતે એક છોકરી ઈશિકાને મળે છે, જ્યાં રહસ્યમય ખુલાસાઓ તેને તેના પ્લાન બદલવા માટે ફરજ પાડે છે અને દરેક ટ્વિસ્ટ દર્શકોને રમૂજ પ્રદાન કરશે. ટ્રેલરમાં પણ પરીક્ષિત અને પૂજા સાથે કારમાં મુસાફરી કરતાં જોવા મળે છે. તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા દર્શકો આતુર છે.
You may also like
-
સત્ય ઘટના પરથી પ્રેરિત હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પોસ્ટર લોન્ચ
-
રનવે થી બોર્ડરૂમ સુધી: જિઓહોટસ્ટારનું પિચટુગેટરિચ ભારતમાં ફેશન મનોરંજનને નવી વ્યાખ્યા આપે છે
-
ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પૉલ અમદાવાદના મહેમાન બન્યા
-
*મૂવીવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ – ફેમિલી એન્ટરટેનરની જાહેરાત કરી*
-
અપકમિંગ ગુજરાતી વેબ સિરીઝ “કર્માંત”નું શૂટિંગ પૂર્ણ