ચિન્મય પુરોહિત દ્વારા દિગ્દર્શિત અને માંગલ્ય મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એલએલપીના બેનર હેઠળ મનીષ દેસાઈ અને રીટા દેસાઈ દ્વારા નિર્મિત વાર તહેવાર 2 ઓગસ્ટ, 2024ના રોજ શરૂ થયેલી ગુજરાતી સિનેમામાં એક આનંદદાયક ઉમેરો છે. આ ફિલ્મ, પારિવારિક મૂલ્યો અને હાસ્યના તત્વોથી ભરપૂર છે.
ફિલ્મ સ્ટોરી :
કે ફિલ્મના હીરો અને હિરોઈન જેઓ આજની જનરેશનને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે. ફિલ્મના મુખ્ય નાયક શુભ મેહતા (પરીક્ષિત)નું સપનું છે એક આર્ટિફિશિયલ હાર્ટ બનાવવાનું. જેની સાથે એક રોબોટ પણ છે જે માનવ સંબંધોની વ્યાખ્યા પોતાની રીતે કહે છે. આ બંને કઈ રીતે મળે છે અને તેમના વચ્ચે પ્રેમ થશે કે નહિ અને જો થશે તો બંનેના દિલ જોડાશે કે તૂટશે ? તે તો આ ફિલ્મ થકી જ જાણવા મળશે. ફિલ્મનું મુખ્ય કેન્દ્ર ઈમોશન્સ અને બે પેઢી વચ્ચેની વિચારધારાનું અંતર એ આ ફિલ્મ થકી ઘણું શીખવાડશે.
પરફોર્મન્સ :
પરીક્ષિત તમાલિયા અને મોનલ ગજ્જર એ તેમની ભૂમિકામાં ચાર ચાંદ લગાવી દીધા છે, જે શુભ અને પ્રીતલના રોલ સાથે તાજગીભરી પ્રમાણિકતા લાવે છે. બંનેની લગ્ન માટેની વિચારસરણી આજની જનરેશનના મોટા ભાગના લોકોની વાર્તા કહે છે. ટીકુ તલસાણીયા ફિલ્મમાં મોનલના પિતા તરીકે પોતાના આ વિચારોને મજાથી આ ફિલ્મમાં મૂક્યા છે તેવું દેખાઈ રહ્યું છે. ટીકુ તલસાણીયા જેવા જાણીતા અભિનેતાના પરિપક્વ અભિનય, કોમેડી ટાઈમિંગ તો જગ જાહેર છે. તેમ જ એક પિતાની સંવેદનાને, પિતાની ચિંતાને પણ તેમણે અદભુત રીતે ફિલ્મમાં બતાવી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ, પ્રોડક્શન વેલ્યૂ અને મ્યુઝિક સરાહનીય છે.
ફિલ્મમાં અરવિંદ વૈદ્ય જેવા ઊંચા દરજ્જા ના જાણીતા એક્ટર પણ ખાસ રોલમાં છે. તેમની સાથે જ આંચલ શાહ, અનુરાગ પ્રપન્ન, કલ્પેશ પટેલ, કલ્પના ગગદેકર, ભૂમિકા પટેલ જેવા કલાકારો એ અવ્વલ કક્ષાની એક્ટિંગ કરી છે અને સાથે જાણીતી અભિનેત્રી મનીષા પુરોહિત અને અલીશા પ્રજાપતિ પણ મહેમાન કલાકાર તરીકે ફિલ્મમાં નજરે પડે છે.
ઓવરઓલ વ્યૂ :
પ્રેમનો ભવ્ય તહેવાર ખોટકાઈ ફિલ્મ વાર તહેવાર. અત્યાર સુધી ઘણી પારિવારિક ગુજરાતી ફિલ્મો આવી રહી છે પરંતુ આ ફિલ્મ કાંઈક અલગ જ છાપ છોડી જાય તેવી છે. આ ફિલ્મ પરિવારના ઈમોશન્સ અને કોમેડીનો સમન્વય ધરાવે છે. મનોરંજક સિનેમેટિક અનુભવ મેળવવા માંગતા કોઈપણ માટે આ ફિલ્મ આનંદદાયક છે.

You may also like
-
અતુલ ઈન્ડિયા મૂવીઝ દ્વારા પ્રથમ ગુજરાતી પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ની ઘોષણા ; 7 ભાષાઓમાં રામ નવમી 2027 પર થશે રિલીઝ
-
ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’નું પોસ્ટર લોન્ચ
-
પરંપરા, પ્રેમ અને મનોરંજનનો ચટપટો સ્વાદ: મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર આઉટ
-
ગણેશ ઉત્સવ પર દેશ-વિદેશના ગુજરાતીઓ માટે સૌથી મોટું ડાન્સ નંબર ‘ગણપતિ બાપ્પા મોરિયા’ રિલીઝ; મૌલિક ચૌહાણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા
-
કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે ભવ્ય મુહૂર્ત સંપન્ન
