રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ઘણાં ક્રિટિકલ કેસની સફળ સર્જરી થતી હોય છે. અહીંના અનુભવી ડૉક્ટર્સની ટીમ હંમેશા દર્દીની સેવામાં અગ્રેસર રહી છે. તાજેતરમાં જ એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે, એક 49 વર્ષીય દર્દીને જમણી કિડનીમાં મોટી કેન્સરની ગાંઠ હોવાનું માલૂમ થતા તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે કન્સલ્ટેશન માટે આવ્યા હતા અને તેમને ડૉ. પ્રશાંત વણઝર (કન્સલ્ટન્ટ – મિનિમલ ઇન્વેઝિવ એન્ડ લેપ્રોસ્કોપિક ઓન્કોસર્જન) તથા ડૉ. હિમાંશુ કોયાણી (કન્સલ્ટન્ટ- ઓન્કોસર્જન) ની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમની કેન્સરની ગાંઠ મુખ્ય શીરા ઇન્ફિરિયર વેના કેવામાં પ્રસરતી હતી અને તે માટે તેમને જટિલ ઓપરેશન માટે સલાહ આપવામાં આવી.
આ અંગે ડૉ. પ્રશાંત વણઝર તથા ડૉ. હિમાંશુ કોયાણી, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, દર્દીને લગભગ દોઢ મહિનાથી પેટમાં દુખાવો થતો હતો અને 15 દિવસ અગાઉ માલૂમ થયું કે તેમને કેન્સરની ગાંઠ છે.
ડોક્ટર્સે વધુમાં જણાવ્યું હતું કે, “આ પ્રકારના કિસ્સાઓમાં મૃત્યુ થવાની સંભાવના વધી જતી હોય છે. ઉપરાંત દર્દીને બ્લીડિંગ, સેપ્સિસ, મલ્ટી બ્લડ ટ્રાન્સફ્યુઝન, લંગ ઇન્જરી, ડીવીટી, પલ્મોનરી એમ્બોનીઝમ, સ્ટ્રોક વગેરે મૂશ્કેલીઓ આવતી હોય છે. આ પ્રકારની સર્જરી ઘણી જ જટિલ હોય છે. આ દર્દીના કેસમાં 20% જીવનું જોખમ હતું પરંતુ દર્દી અને તેમના પરિવારના મનોબળથી તેઓ સર્જરી માટે રાજી થયા અને આ જટિલ ઓપરેશન પાર પાડી શકાયું.
આશરે 4 કલાકના જટિલ ઓપરેશન બાદ અમારી ટીમ એ સફળતાપૂર્વક કેન્સરની ગાંઠને અકબંધ રીતે કાઢી. ત્યારબાદ ડૉ. ભૂમિ દવે અને તેમની ટીમે દર્દીને ઇન્ટેન્સિવ ટ્રીટમેન્ટ આપી. હાલ દર્દી પોતાનું દરેક રોજીંદુ કામ કરવામાં સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું ઓપરેશન પ્રથમવાર કોઈ હોસ્પિટલમાં થયું છે.