અમદાવાદની “ફિલ્ટર કોન્સેપ્ટ” ઓર્ગેનાઇઝેશનને “સસ્ટેનેબલ વર્કસ્પેસ” માટે મળ્યું બહુમાન

•           સસ્ટેનેબલ વર્કસ્પેસ – ઇન્ડિયન બિઝનેસીસમાં પ્રોડક્ટિવિટી અને પ્રોફિટેબિલિટી માટે ઉત્પ્રેરક

14 માર્ચ, 2024, અમદાવાદ: કોન્ફેડરેશન ઓફ ડેનિશ ઈન્ડસ્ટ્રી (DI), કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII), ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ (IGBC) અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદ (IIMA) જેવી સંસ્થાઓ સાથે મળીને તેમના કેસ સ્ટડીઝના સર્વેક્ષણ માટે એક સંસ્થાની શોધમાં હતી. સસ્ટેનેબલ વર્કસ્પેસ – ઇન્ડિયન બિઝનેસીસમાં પ્રોડક્ટિવિટી અને પ્રોફિટેબિલિટી માટે ઉત્પ્રેરક માટે સમગ્ર ભારતમાંથી બહુવિધ સર્વેક્ષણો પછી તેમના સંશોધન માટે ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઈવેટ લિમિટેડની સાણંદ ફેસિલિટી પસંદ કરી હતી અને 13મી માર્ચના રોજ ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મેહુલ પંચાલને બહુમાન મળ્યું હતું.

ભારતની અન્ય 15 સંસ્થાઓ સાથે ફિલ્ટર કોન્સેપ્ટને પણ આ સિદ્ધિઓ મળવાથી ઉત્સાહિત થતાં ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મેહુલ પંચાલે જણાવ્યું હતું કે, “અમે અમારી સંસ્થા ખાતે સસ્ટેનેબિલિટી, નેટ ઝીરો, રિડક્શન ઈન કાર્બન ફૂટપ્રિન્ટ્સમાં, ગ્રીન બિલ્ડીંગ, નેચર ફ્રેન્ડલી વર્કસ્પેસ, ક્લીનર અને હેલ્ધી એન્વાયર્નમેન્ટનું સન્માન કરીએ છીએ અને તેના કારણે અમે આ સન્માન મેળવી રહ્યાં છીએ. અમારી સંસ્થા પર્યાવરણને સર્વોચ્ચ અગ્રતા તરીકે ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. અમારી સંસ્થા વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં સક્ષમ છે. અમારી પાસે અન્ડરગ્રાઉન્ડ ટેન્ક્સ છે જે વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં સક્ષમ છે અને રોજિંદા ઉપયોગ માટે વપરાશમાં લેવાય છે. અમારી સંસ્થા પાસે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે સમગ્ર પરિસરના ફ્લશ વોટરને ટ્રીટ કરે છે અને તે પાણીને ડેઇલી ક્લિનીંગ અને હાઇજીન જાળવવા માટે ફરીથી વાપરી શકાય તેવું બનાવે છે. અમારી સંસ્થા એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સૂર્યપ્રકાશ દિવસભર તમામ પરિસરમાંથી પસાર થઈ શકે છે જે વીજળીનો સીધો ઉપયોગ ઘટાડે છે. અમારી સુવિધા દરેક ખૂણે ફાયર એલાર્મ પેનલ, સ્મોક ડિટેક્ટર્સ, ફાયર હાઇડ્રેન્ટ્સ અને અગ્નિશામક ઉપકરણોથી સજ્જ છે. ફિલ્ટર કોન્સેપ્ટ ના પરિસર માં ઓફિસ અને ફેક્ટરી ને એર પ્યુરીફિકેશન યુનિટથી સુસજ્જ કરેલ છે. જેથી કર્મચારીઓ અને વર્કર્સ ને શુધ્ધ હવા મળી રહે.”

આર્કિટેક્ચર જયેશ હરિયાણી (ચેરમેન, આઈજીબીસી અમદાવાદ ચેપ્ટર(, સુશ્રી બેન્ટે ટોફ્ટકેર (જનરલ મેનેજર, ડેનિશ ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા), શ્રી સમીર સિંહા (ઈમિજિએટ પાસ્ટ ચેરમેન, આઈજીબીસી અમદાવાદ ચેપ્ટર), શ્રી ટોબિઆસ હેન્સન (ડિરેક્ટર, પ્રોજેક્ટ્સ & પાર્ટ્નરશિપ્સ, ડેનિશ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા), હી. ઈ. ફ્રેડી સ્વેન (એમ્બેસેડર ઓફ રોયલ ડેનિશ એમ્બેસી), શ્રી અશ્વિની કુમાર (આઇએએસ ,પ્રિન્સિપલ સેક્રેટરી, અર્બન ડેવલોપમેન્ટ & અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત), શ્રી તરલ શાહ (કો-ચેર, આઈજીબીસી અમદાવાદ ચેપ્ટર), પ્રો. આદિત્ય મોસેસ (આઇઆઇએમ અમદાવાદ), પ્રો. પ્રશાંત દાસ (આઇઆઇએમ અમદાવાદ) તથા શ્રી એસ કાર્તિકેયન (ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડોક્ટર, સીઆઈઆઈ- આઈજીબીસી) જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ બહુમાન મળ્યું.

ફિલ્ટર કોન્સપ્ટ ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ટર્સ, ઇન્ડસ્ટ્રિયલ મીટરિંગ સ્કિડ, સર્વિસ રેગ્યુલેટર સ્કિડ, પ્રેશર વેસલ્સ, શેલ અને ટ્યુબ ટાઇપ હીટ એક્સ્ચેન્જર્સના ડિઝાઇનર, મેન્યુફેક્ચરર અને સપ્લાયર છે. તેઓ  વિશ્વભરના 90+ દેશોને તેમની પ્રોડક્ટ્સ અને સર્વિસીસ સપ્લાય કરી રહ્યા છે.

ફિલ્ટરેશનની દુનિયામાં રિવોલ્યુશન લાવવું તથા નવીનતા સાથે શ્રેષ્ઠતાને સુનિશ્ચિત કરતી દીવાદાંડી તરીકે ઊભું છે – ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ. ફિલ્ટર કોન્સેપ્ટની સ્થાપના ચેરમેન, ફાઉન્ડર & મેનેજિંગ ડિરેક્ટર શ્રી મેહુલ પંચાલ દ્વારા વર્ષ 2002 માં અમદાવાદ, ભારતમાં ફિલ્ટરેશન ઉદ્યોગની કામગીરીમાં સકારાત્મક ફેરફારો લાવવાના વિઝન સાથે કરવામાં આવી હતી. જ્યારે ફિલ્ટર કન્સેપ્ટ દ્વારા ફિલ્ટરેશન ઉદ્યોગની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે વ્યવસાય માત્ર માર્કેટિંગ અને ઉદ્યોગોને ફિલ્ટરના ઉત્પાદનના વેચાણ સુધી મર્યાદિત હતો, જ્યારે એપ્લિકેશન વિશ્લેષણ ખાસ કરીને તેના સૌથી નીચા સ્તરે હતું. કેમિકલ એન્જિનિયર હોવાના કારણે અને સાઉન્ડ ટેક્નિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા, શ્રી મેહુલ પંચાલે ઉદ્યોગોને સામેલ કરીને અને તેમની ચોક્કસ જરૂરિયાતો અનુસાર ફિલ્ટરેશન સિસ્ટમ્સ ડિઝાઇન કરીને તેમનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની શરૂઆત કરી. આ પહેલથી તેમને વિવિધ ઉદ્યોગો અને ઉદ્યોગના અગ્રણીઓ તરફથી માન્યતા, સ્વીકૃતિ અને પૂરતો પ્રતિસાદ મળ્યો. તેમના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ, ફિલ્ટર કોન્સેપ્ટને આજે વૈશ્વિક સ્તરે વિવિધ ઉદ્યોગોની સૌથી જટિલ ફિલ્ટરેશન જરૂરિયાત માટે અગ્રણી સોલ્યુશન પ્રદાતાઓમાં ગણવામાં આવે છે. માઇક્રોન ફિલ્ટરેશન સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને, સંસ્થાની  નવીનતાઓએ 90+ દેશોમાં વૈશ્વિક નિકાસ સાથે 3000+ ટોચની ભારતીય કંપનીઓ અને 1000+ આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સહિત 5000 થી વધુ પુનરાવર્તિત ઔદ્યોગિક ગ્રાહકો સાથે મોટા પ્રમાણમાં એર, ગેસ અને લિક્વિડ ફિલ્ટરેશનને પુનઃઆકાર આપ્યો છે. કાર્ટરીજ  ફિલ્ટર હાઉસિંગથી લઈને સેલ્ફ- ક્લિનીંગ ફિલ્ટર્સ સુધી, સંસ્થાની ઉત્પાદન શ્રેણી શ્રેષ્ઠતાને વ્યાખ્યાયિત કરે છે. ફિલ્ટરેશનની તમામ જરૂરિયાતો માટે ફિલ્ટર કોન્સેપ્ટ લોકોનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *