ફિલ્મ રિવ્યુ – ઉડન છૂ

મસ્ત મજાની હલકી ફુલકી ફિલ્મ “ઉડન છૂ”  થિયેટરોમાં આવી ચૂકી છે.

દેવેન ભોજાણી ,પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલની સ્ટારકાસ્ટમાં રજૂ થનારી ફિલ્મ પ્રેક્ષકોને છેલ્લે સુધી ચોક્કસપણે જકડી રાખશે.

લગ્નના મંડપથી થયું થયેલી ફિલ્મ લગ્ન મંડપે પૂરી થતાં થતાં  તમામ પાત્રો  પોતિકા લાગવા લાગે તેવી પારિવારિક અને સુદ્રઢ રીતે પીરસવામાં આવેલી આ ફિલ્મ છે , કોઈ જ વધારાના ડાયલોગ્સ અને અછકલા વગર સીધી સાદી રીતે કહી દેવાય એવી આપણા સૌની વાતને થિયેટર સુધી લાવવામાં આવી છે.

  તદ્દન નવા વિષય સાથે રજૂ થતી આ ફિલ્મ ઉડન છૂ તમારા સ્ટ્રેસને સો ટકા ઉડન છૂ  કરી દેશે,

 દેવેન ભોજાણીના ભાગમાં આવેલા ડાયલોગ સમજદાર વર્ગને આફરીન પોકારવા મજબૂર કરી દે તેવા છે.

 મા -દીકરા અને બાપ- દીકરી વચ્ચેના સંવાદોને બહુ જ માર્મિક રીતે અહીં રજૂ કરવામાં આવ્યા છે.

અનીશ શાહના દિર્ગદર્શન માં બનેલી આ ફિલ્મમાં યુવાનોને ગમતી કોલેજ -લાઈફ અને વડીલોની મર્યાદાને આબેહૂબ ન્યાય આપવામાં આવ્યો છે .

“પ્રેમમાં સૌથી વધારે ખાસ કંઈ હોય તો એ છે *પ્રેમ “*

 નિખાલસ અને તદ્દન સ્વચ્છ પ્રેમની અનુભૂતિ કરાવતી આ ફિલ્મ પ્રેક્ષકોને ચોક્કસ ગમશે.

 એવી લવ સ્ટોરી જે તમે પહેલા ક્યારેય નહીં માણી હોય તેવું બધું જ આ ફિલ્મોમાં જોવા મળી શકે તેમ છે.

By : નિરવ શાહ

આ ફિલ્મ ને 5માંથી 4 સ્ટાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *