શહેરમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે શહેરની સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન એક નવા વિચાર સાથે સેવાકાર્યની પહેલ કરી છે. શહેરના વસતા જરૂરિયાત પરિવારના બાળકો આવી ગરમીમાં પણ ઉઘાડા પગે ફરતા હોય છે, મહેનત કરીને રોજબરોજનું પેટિયું રડતા પરિવારના બાળકો આવી અસહિય ગરમીમાં ખુલ્લા પગે ફરતા બીમાર થવાના કારણો વધી જાય છે. આ બાબતની દરકાર કરીને શહેરની સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન તરફથી પ્રોજેકટ કદમ અંતર્ગત મફત ચંપલનું વિતરણ કર્યું હતું. વસાહતમાં અંદાજે 70 જેટલા બાળકોને તેઓના માપ અનુસાર ચંપલનું વિતરણ કરવામાં આવ્યું.
પ્રોજેક્ટ કદમ ઇન્ચાર્જ રાધિકા પટેલના જણાવ્યા મુજબ દાસ્તાન સર્કલ નજીકની વસાહતમાં વસતા લોકો માટે અમારી સંસ્થા દ્વારા મફત ચંપલ નું વિતરણ કરવામાં આવ્યું અને તેમાં સૌ વોલેન્ટીયર મિત્રો જોડાયા તે ખૂબ ખુશીની વાત છે.
You may also like
-
ગેટ સેટ ગો ફિલ્મની ચિરંજીવી ટીમ સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે, મુખ્યમંત્રીએ ફિલ્મની ટીમ જે રાહતનું કાર્ય કરી રહી છે તેના માટે બિરદાવ્યા
-
અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’ માનવતાના કાર્ય માટે આગળ આવી: ગુલબાઈ ટેકરાના પ્રભાવિત પરિવારોને ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીનું વિતરણ કર્યું
-
અતુલ ઓટો લીમીટેડના ૩૫મા સ્થાપના દિવસ નિમિત્તે કેન્સરના દર્દીઓના લાભાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન
-
અગ્રવાલ સેવા સમિતિ દ્વારા અમદાવાદ થલતેજ ખાતે “અગ્રવાલ પિકલબોલ ટુર્નામેન્ટ – APL 2026” નું આયોજન કરાયું
-
શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીએસએફ જવાનો સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબાનું આયોજન
