ગુજરાતમાં લાયન્સની ૭૦ વર્ષની સેવાયાત્રાની ઉજવણીમાં ડૉ. નઈમ સિરાજુદ્દીન તિરમિઝીનું સન્માન

અમદાવાદ: ગુજરાતમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની સેવાયાત્રાના ૭૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે લાયન્સ ક્લબ (ગુજરાત), તથા મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ દ્વારા વસ્ત્રાપુર સ્થિત પ્રતિષ્ઠિત હયાત અમદાવાદ હોટેલ ખાતે દિવસભરનો કોન્ક્લેવ તથા સન્માન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે લાયન્સની ભાવિ યોજનાઓ, સેવાકાર્યો અને સામાજિક પહેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ નોંધપાત્ર કામગીરી કરનાર વિવિધ ક્લબના પ્રમુખો તથા વરિષ્ઠ હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારોહમાં અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ અને માનવતાવાદી સમાજસેવક, લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર મેટ્રો ગ્લોબલના પ્રમુખ લાયન ડૉ. નઈમ સિરાજુદ્દીન તિરમિઝીને ‘LCIF ચેમ્પિયન’ તરીકે સર્ટિફિકેટ, તથા ‘મેલ્વિન જોન્સ ફેલો’ (MJF) માટે ક્વોલિફાય થવા બદલ ઇન્ટરનેશનલ પિન અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ક્લબના ચાર્ટર પ્રેસિડેન્ટ તરીકે તેમને ચાર્ટર સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું.

સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી જીતેન્દ્ર ચૌહાણ (PID, CA લીડર–GAT તથા LCIF) ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે શ્રી રાજેશ અગ્રવાલ (મિલિયન ડોલર ડોનર), શ્રી પ્રવીણ છાજેડ (PID) તથા શ્રી રમેશ પ્રજાપતિ (PID)એ હાજરી આપી હતી.

વિશેષ ઉપસ્થિતિમાં મિસ રશ્મિ વિલ્સ (ડેપ્યુટી હેડ–રિસોર્સ મોબિલાઇઝેશન/ડેવલપમેન્ટ), કુ. રીના ધુપિયા (મલ્ટિપલ કાઉન્સિલ ચેરપર્સન) તથા શ્રી નરેન્દ્ર પટેલ (મલ્ટિપલ LCIF કોઓર્ડિનેટર) જોડાયા હતા. રાજ્યસભાના સાંસદ શ્રી રાજુભાઈ પાઠકે પણ સમારોહમાં હાજરી આપી હતી.

દેશભરમાંથી પધારેલા લાયન્સ ઇન્ટરનેશનલના ભારતના હોદ્દેદારો, વિવિધ ક્લબના પ્રમુખો તથા મોટી સંખ્યામાં સભ્યોની ઉત્સાહભરી ઉપસ્થિતિમાં ગુજરાતમાં લાયન્સની સાત દાયકાની સેવાયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *