બ્રહ્મ સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી દ્વારા સ્થાપિત “એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો” ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન મંગળવાર, 16 જૂન 2026ના રોજ કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે જાણીતા રેડિયો જોકી આર.જે. રાધિકા (રેડિયો સિટી) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્ટુડિયો ગાયન, વોઇસ-ઓવર, ડબિંગ, પોડકાસ્ટ રેકોર્ડિંગ, મ્યુઝિક પ્રોડક્શન, મિક્સિંગ-માસ્ટરિંગ તેમજ સંગીત શિક્ષણ માટેની આધુનિક અને વ્યાવસાયિક સુવિધાઓથી સજ્જ છે. તેનો મુખ્ય હેતુ સંગીતપ્રેમી યુવાનો, ગાયકો, કલાકારો અને સર્જકોને એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

આ સમગ્ર પહેલ ડૉ. મિતાલી નાગ દ્વારા કરવામાં આવી છે તથા સંચાલન સપ્તક વ્યાસ દ્વારા કરવામાં આવશે.
સ્થળ: એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો, 18, પ્લેટિનમ પ્લાઝા, IOC પેટ્રોલ પંપ સામે, સત્યા માર્ગ, બોડકદેવ, અમદાવાદ – 380054.
સંગીતપ્રેમીઓ, કલાકારો, વિદ્યાર્થીઓ, મીડિયા પ્રતિનિધિઓ તથા શુભેચ્છકો આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તથા શુભકામનાઓ પાઠવી હતી.
You may also like
-
ઓડૂ IN ના MD મંતવ્ય ગજ્જરનું કીનોટ વક્તવ્ય: “MSME ક્ષેત્ર માટે બિઝનેસ વિકસાવવાની આ શ્રેષ્ઠ તક”
-
જય સોમનાથ શાળા, મણિનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ૩૦ વર્ષ બાદ રિયુનિયન
-
સરદારધામ દ્વારા ૧,૧૫૦ તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ. ૫ કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ
-
નયન જૈને રચ્યો ઇતિહાસ: વિશ્વની સૌથી કઠિન ‘NorthCape4000’ સાયકલ ચેલેન્જ ૧૯ દિવસમાં પૂર્ણ કરી અમદાવાદનું નામ રોશન કર્યું
-
“15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટી માર્કનું ભવ્ય સન્માન
