દીપિકા સિંહ, જે ‘મંગલ લક્ષ્મી’ માં મંગલનો પાત્ર ભજવે છે, કહે છે: “યોગ મારા જીવનનો ભાગ બાળપણથી જ રહ્યો છે. હું મારી મમ્મીને દરરોજ યોગ કરતા જોઈ ને જ મોટી થઈ છું, અને એ મારી અંદર પણ આપોઆપ શોષાઈ ગયું. મેં યોગમાં સત્તાવાર તાલીમ પણ લીધી છે, પણ એમાથી સૌથી અગત્યનું મને લાગ્યું કે એ નાનાં-નાનાં પરિવર્તનો લાવે છે – માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે મને હંમેશાં લાગ્યું છે કે યોગ અને નૃત્ય બંનેમાં એક જ રીતે ધીરજ અને હાજરી જરૂરી છે. મારા માટે યોગ કોઈ પ્રદર્શન નથી, એ રોજે રોજ પોતાના માટે ઉભા રહેવાની વાત છે.
રૂબીના દિલાઈક, ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ માંથી કહે છે: “યોગ મારા માટે પોતાને જમીન સાથે જોડવાનો રસ્તો છે, ખાસ કરીને આ ઝડપથી દોડી રહેલી દુનિયામાં. હંમેશાં એક કલાકનો મેટ પર યોગ જરૂરી નથી – ક્યારેક માત્ર પાંચ મિનિટનું ઊંડું શ્વાસ અને અંદર જોડાવું પૂરતું હોય છે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર હું બધાને કહીશ કે યોગને કામ સમજીને ન કરો. એને રોજે રોજ પોતાને આપેલો તોફો માનો. તમારું શરીર અને મન એ સુખને પાત્ર છે.”
નારાયણી શાસ્ત્રી, જે ‘નોયોનતારા’ માં લલિતાનું પાત્ર ભજવે છે, કહે છે: ” મારા માટે યોગ હંમેશાં પોતાના કેન્દ્રમાં પાછા જવા જેવી વાત છે. ખાસ કરીને ‘નોયોનતારા’માં લલિતા જેવું ઘણાં પરત-પરતનું પાત્ર ભજવતી વખતે, યોગે મને પોતાની સાથે જોડાયેલું રાખ્યું છે. યોગ મને બ્રેક લેવા, શાંત ચિંતન કરવા અને ફરી સાફ મન સાથે પાછા આવવામાં મદદ કરે છે. આ યોગ દિવસ પર હું એટલું જ કહું: તમારા શરીર ને સંભાળો, પોતે સાથે દયાળુ રહો અને શાંતિને જગ્યા આપો.”
You may also like
-
લગ્નની સીઝનમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે ફિલ્મ ‘બિચારો બેચલર’નું નવું સોન્ગ – ‘છોરો કે દા’ડાનું પૈણું પૈણું કરતો તો
-
બિચારાનો વરઘોડો નીકળે કે ના નીકળે..કોમેડી ભરપૂર નીકળશે : ફિલ્મ ‘બિચારો બેચલર’નું ટીઝર લોન્ચ
-
‘જીવ’ ફિલ્મને પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ
-
કોમેડી- ડ્રામા ફિલ્મ ‘બિચારો બેચલર’નું પોસ્ટર લોન્ચ, 2 જાન્યુઆરી, 2026 ના રોજ ફિલ્મ થશે રિલીઝ
-
ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું ટ્રેલર લોન્ચ : માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાનીની ઝલક
