
અમદાવાદ: ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ગુજરાત વર્તુળએ આજે જાહેરાત કરી છે કે શ્રી સંદીપ સાવરકર, જેઓએ મુખ્ય મહાપ્રબંધક (સીજીએમ) તરીકે ઉત્તમ સેવા આપી છે, તેમની ટ્રાન્સફર થઈ છે. તેમની આગેવાની હેઠળ ગુજરાતમાં બીએસએનએલએ નોંધપાત્ર વૃદ્ધિ અને નવીનતા જોઈ છે. આ સાથે, બીએસએનએલ ગુજરાતે નવા સીજીએમ તરીકે શ્રી ગોવિંદ કેવલાની નું સ્નેહપૂર્વક સ્વાગત કર્યું છે અને ડિજિટલ ઉત્કૃષ્ટતાની દિશામાં નવો અધ્યાય શરૂ થયો છે.
શ્રી ગોવિંદ કેવલાનીએ પદભાર સંભાળ્યો – સીજીએમ તરીકે પદભાર લેતા શ્રી ગોવિંદ કેવલાનીને ।। ક્ષેત્રે વિસ્તૃત અનુભવ છે. તેઓ અગાઉ ITPC પુણેમાં સીજીએમ તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં તેમણે અનેક સોફ્ટવેર સુધારાઓ અને ડિજિટલ પરિવર્તનના પ્રયત્નો દ્વારા બીએસએનએલના ટેકનોલોજીકલ પાયાને મજબૂત બનાવ્યો. તેમના મુખ્ય યોગદાનમાં નીચેના મુદ્દાઓ શામેલ છે.
શ્રી સંદીપ સાવરકરને વિદાય – શ્રી સંદીપ સાવરકરએ તેમના કાર્યકાળ દરમિયાન ઘણી મહત્વની પહેલો આગળ ધપાવી જેનાથી બીએસએનએલનું ગુજરાતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં footprint વ્યાપક રીતે વિસ્તર્યું. તેમના નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયેલ મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે:
• ભારત ફાઈબરનું વિસ્તરણ: તેમણે FITH કનેક્શનોનો ઝડપથી વિસ્તાર કર્યો અને અવિકસિત વિસ્તારોમાં ઝડપી ઇન્ટરનેટ પહોંચાડયું.
• 4G નેટવર્કનું રોલઆઉટ: તેમના કાર્યકાળમાં 4G આધારભૂત ઈન્ફાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થયો.
• 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ: ભારત સરકારની આ યોજના ગુજરાતના વંચિત વિસ્તારોમાં સફળતાપૂર્વક અમલમાં મૂકી.
• બેન્ડવિડ્થ ઓપ્ટિમાઈઝેશન અને MAANની સ્થાપના: વ્યૂહાત્મક રીતે બેન્ડવિડ્થ મેનેજમેન્ટ અને MAAN સાધનો લાગુ કરીને નેટવર્ક ક્ષમતા વધારવામાં આવી.
• એન્ટરપ્રાઈઝ સેવાઓનું વિસ્તરણ: સરકારી અને ખાનગી ક્ષેત્રમાં બીએસએનએલ ની ભાગીદારી મજબૂત બનાવી.
બીએસએનએલ ગુજરાત શ્રી સાવરકરનો ઋણી છે અને તેમનું માર્ગદર્શન ભવિષ્યમાં પણ માર્ગદર્શક રૂપે યાદ રખાશે. “શ્રી સાવરકરની સિદ્ધિઓ BSNI ગુજરાત માટે દિશાદર્શક બની રહેશે. – એમ શ્રી અશુતોષ ગુપ્તા. PGM(S&M), ગુજરાત એ જણાવ્યું. “અમે DOTમાં તેમની નવી ભૂમિકા માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.
• મજબૂત IT ઈન્ફાસ્ટ્રક્ચર: ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ડિઝાઈન અને અમલ.
• સોફ્ટવેર નવીનતા: વ્યવસાય પ્રક્રિયાઓને સરળ બનાવતી અદ્યતન એપ્લિકેશનો.
• ડિજિટલ ટ્રાન્સફોર્મેશન: બીએસએનએલ ને ડિજિટલ સ્પર્ધામાં આગળ લાવતી પહેલો.
શ્રી કેવલાનીના માર્ગદર્શન હેઠળ BSNI ગુજરાત સેવા સ્તરે સુધારો, નવી ડિજિટલ સેવાઓનું શરૂઆત અને ડિજિટલ ઈન્ડિયા’ અભિયાનમાં વધુ સક્રિય ભાગીદારી તરફ આગળ વધશે. “આ મહત્વપૂર્ણ તબક્કે બીએસએનએલ ગુજરાતનો ભાગ બનવું મારા માટે ગૌરવની વાત છે. હુ ટેકનોલોજી દ્વારા ગ્રાહક અનુભવ સુધારવા અને ટકાઉ વૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહીશ. ” એમ શ્રી ગોવિંદ કેવલાનીએ જણાવ્યું બીએસએનએલ ગુજરાત સર્કલ વિશે બીએસએનએલ ગુજરાત સર્કલ રાજ્યભરના લાખો ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ટેલિકોમ સેવાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. સતત નેટવર્ક અપગ્રેડ, નવીન ટેક્નોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા BSNI: ગુજરાત શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ જોડાણ માટે અગ્રણી બની રહ્યું છે.
You may also like
-
ATIRA ખાતે NTTM હેઠળ ટેકનિકલ ટેક્સટાઈલ્સ અને કમ્પોઝિટ્સ પરના સ્કીલ ડેવલપમેન્ટ કોર્સનું સમાપન
-
અજય અજમેરે ભારતીય વ્યાપાર મહોત્સવ ૨૦૨૬ ના સુરત લોન્ચમાં સુરતના ટેક્સટાઇલ વિઝનને રેખાંકિત કર્યું
-
હવે વિદેશી બ્રાન્ડ્સને ટક્કર આપશે શ્રીજી રેમેડીઝ નું ૧૦૦% આયુર્વેદિક ‘સ્વદેશી હર્બલ ઇન્હેલર’
-
અમદાવાદના સિંધુ ભવન માર્ગ પર ‘સેલ્વેરા સ્ટુડિયો’ (Selverra Studio) નું ભવ્ય ઉદ્ઘાટન, ઉદયપુરના મહારાજા ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડ રહ્યા ઉપસ્થિત
-
ન્યુવોકો વિસ્ટાસે સુરતમાં લીમલા સિમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, પશ્ચિમ ભારતમાં પોતાની પકડ મજબૂત કરી
