ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા સાળંગપુરની દિવ્ય ગાથા મોટા પડદે લાવવા સજ્જ

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ સાથે મળીને ‘કિંગ ઓફ સાળંગપુર’ રજૂ કરવા જઈ રહ્યા છે. આ આગામી ગુજરાતી ભક્તિ ફિલ્મ દર્શકોને શ્રદ્ધા, ભક્તિ અને દિવ્ય આશીર્વાદની એક અદ્ભુત અને સ્પર્શક સફરે લઈ જશે.

ફિલ્મના ફર્સ્ટ લૂક સાથે આ વિશેષ જાહેરાત કરવામાં આવી છે, જે દર્શકોને ‘કિંગ ઓફ સાળંગપુર’ની ભવ્ય દુનિયાની ઝલક કરાવે છે. આ ફિલ્મ દેશભરના કરોડો ભક્તોના આસ્થા કેન્દ્ર એવા સાળંગપુર હનુમાન દાદાના આધ્યાત્મિક મહાત્મ્યને સુંદર રીતે વણી લેશે. સાળંગપુર ગુજરાતના સૌથી પવિત્ર અને પ્રખ્યાત તીર્થધામોમાં સ્થાન ધરાવે છે.

ફિલ્મના ફર્સ્ટ લૂકે દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે અને લોકો મોટા પડદે આ અનોખી ભક્તિમય સફર નિહાળવા આતુર છે.

પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ની ભવ્ય સફળતા બાદ, ઝી સ્ટુડિયોઝ ‘કિંગ ઓફ સાળંગપુર’ દ્વારા ગુજરાતી સિનેમામાં પોતાની પકડ વધુ મજબૂત કરવા અને સ્થાનિક મનોરંજન ક્ષેત્રે નવો અધ્યાય સર કરવા તૈયાર છે.

પ્રશાંત દેશાવલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના નિર્માતા ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન થુમ્મર અને આનંદ અઘારા છે. જ્યારે હાર્દિક ગડારા સહ-નિર્માતા અને મોહિત વઘાસિયા ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે.

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સની આ ભાગીદારી દ્વારા ‘કિંગ ઓફ સાળંગપુર’ ગુજરાતી સિનેમાના માધ્યમથી દર્શકો સુધી આસ્થા અને ભક્તિની એક અવિસ્મરણીય વાર્તા પહોંચાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *