ગુજરાત : રૈયા એન્ટરપ્રાઇસ દ્વારા પોતાની નવી ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. ફિલ્મનું નામ છે “વિશ્વાસ્થા”. 7 ફેબ્રુઆરી, 2025ના રોજ રિલીઝ થઇ રહેલ આ ફિલ્મ રાજેશ પટેલ (રંગમ) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને નિકુંજ મોદી દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં સોનમ લાંબા અને નિકુંજ મોદી છે. ફિલ્મનું ટીઝર પણ થોડા સમય અગાઉ રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે, દર્શકો આ ફિલ્મને લઈને ઉત્સાહી છે. આ ફિલ્મનું સોન્ગ “લાગ્યો રંગ” લોન્ચ કરાયું છે. આ એક હોળી સોન્ગ છે જે તમે પ્રેમના રંગમાં રંગી દેશે. દેવ નેગીના અવાજમાં સ્વરબદ્ધ આ સોન્ગમાં સંગીત પૂર્વેશ દવે એ આપ્યું છે. આ સોંગની કોરીઓગ્રાફી તરંગ દલવાડી દ્વારા કરવામાં આવી છે.
ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો આ ફિલ્મમાં લવ સ્ટોરી બતાવવામાં આવી છે, જેમાં પ્રેમ અને લાગણીનો સમન્વય છે. એક સાચી પ્રેમકથાની ગાથા આ ફિલ્મ થકી દર્શકોને જોવા મળશે. ફિલ્મની ટેગ લાઈન છે વિશ્વાસે પોતાના પ્રેમમાં રાખેલી આસ્થા અને આસ્થા એ પોતાના પ્રેમમાં રાખેલો વિશ્વાસ…આ પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં આસ્થા અને વિશ્વાસની લવ સ્ટોરી છે અને દર્શકોને કાંઈક નવું પીરસવાનું વચન આપે છે.
ફિલ્મના નિર્માતા શ્રી રાજેશ પટેલ (રંગમ) જણાવે છે કે, ” વિશ્વાસ્થા ફિલ્મનું શૂટિંગ અન્ય ગુજરાતી ફિલ્મો કરતાં કાંઈક અલગ રીતે કરાયું છે. આ ફીલ્લ્મ રિયલ લોકેશન્સ બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં બતાવવામાં આવેલ લવ સ્ટોરી કોઈએ ક્યારેય વિચારી નહિ હોય તેવી અનોખી છે, જેમાં અણધાર્યા વળાંકો વર્ણવ્યા છે.”
સોનમ લાંબા અને નિકુંજ મોદી સિવાય ઉર્વશી ચૌહાણ, કલ્પના ગાગડેકર, પ્રશાંત બારોટ, હિના વાર્ડે, ધ્રુવી પટેલ, વૈશાખી શાહ, ગોપાલ બારોટ, જીગ્નેશ મોદી, જયદીપ ગાંગાણી, આશા પંચાલ, જેડી ચાવડા, કુશાલ શાહ, અક્ષિત વ્યાસ, પૂજા પુરોહિત, આશિષ જોશી અને નીરવ દરજી વગેરે પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મની વાર્તા રાજેશ પટેલ, નિકુંજ મોદી, બ્રિજેશ પંચાલ દ્વારા લેખિત છે. સ્ક્રીનપ્લે & ડાયલોગ્સ બ્રિજેશ પંચાલે લખ્યા છે. ફિલ્મના ગીતો નિસર્ગ વ્યાસ, મોહિત મેહતા, મિશલ ભાટિયા દ્વારા લખાયા છે. ફિલ્મનું સંગીત પૂર્વેશ દવે દ્વારા અપાયું છે અને અને તેમની સંગીત ધૂન પર જાવેદ અલી, દેવ નેગી, પૂર્વેશ દવે, ગાથા પોથા વગેરે એ તેમના મધુર અવાજમાં ગીતો ગાયા છે.
ફિલ્મ “વિશ્વાસ્થા” 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ રહી છે તમારા નજીકના સિનેમાઘરોમાં
You may also like
-
ઈન્ડિયા આર્ટ ફેર (IAF) EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લોન્ચ થઈ રહી છે, જે શહેરના આર્ટ, ડિઝાઇન અને સ્થાપત્ય (આર્કિટેક્ચર)ના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે
-
અતુલ ઈન્ડિયા મૂવીઝ દ્વારા પ્રથમ ગુજરાતી પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ની ઘોષણા ; 7 ભાષાઓમાં રામ નવમી 2027 પર થશે રિલીઝ
-
ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’નું પોસ્ટર લોન્ચ
-
પરંપરા, પ્રેમ અને મનોરંજનનો ચટપટો સ્વાદ: મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર આઉટ
-
ગણેશ ઉત્સવ પર દેશ-વિદેશના ગુજરાતીઓ માટે સૌથી મોટું ડાન્સ નંબર ‘ગણપતિ બાપ્પા મોરિયા’ રિલીઝ; મૌલિક ચૌહાણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા
