ગુજરાત : રૈયા એન્ટરપ્રાઇસ દ્વારા પોતાની નવી ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. ફિલ્મનું નામ છે “વિશ્વાસ્થા”. 7 ફેબ્રુઆરી, 2025ના રોજ રિલીઝ થઇ રહેલ આ ફિલ્મ રાજેશ પટેલ (રંગમ) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને નિકુંજ મોદી દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં સોનમ લાંબા અને નિકુંજ મોદી છે. ફિલ્મનું ટીઝર પણ થોડા સમય અગાઉ રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે, દર્શકો આ ફિલ્મને લઈને ઉત્સાહી છે. આ ફિલ્મનું સોન્ગ “લાગ્યો રંગ” લોન્ચ કરાયું છે. આ એક હોળી સોન્ગ છે જે તમે પ્રેમના રંગમાં રંગી દેશે. દેવ નેગીના અવાજમાં સ્વરબદ્ધ આ સોન્ગમાં સંગીત પૂર્વેશ દવે એ આપ્યું છે. આ સોંગની કોરીઓગ્રાફી તરંગ દલવાડી દ્વારા કરવામાં આવી છે.
ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો આ ફિલ્મમાં લવ સ્ટોરી બતાવવામાં આવી છે, જેમાં પ્રેમ અને લાગણીનો સમન્વય છે. એક સાચી પ્રેમકથાની ગાથા આ ફિલ્મ થકી દર્શકોને જોવા મળશે. ફિલ્મની ટેગ લાઈન છે વિશ્વાસે પોતાના પ્રેમમાં રાખેલી આસ્થા અને આસ્થા એ પોતાના પ્રેમમાં રાખેલો વિશ્વાસ…આ પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં આસ્થા અને વિશ્વાસની લવ સ્ટોરી છે અને દર્શકોને કાંઈક નવું પીરસવાનું વચન આપે છે.
ફિલ્મના નિર્માતા શ્રી રાજેશ પટેલ (રંગમ) જણાવે છે કે, ” વિશ્વાસ્થા ફિલ્મનું શૂટિંગ અન્ય ગુજરાતી ફિલ્મો કરતાં કાંઈક અલગ રીતે કરાયું છે. આ ફીલ્લ્મ રિયલ લોકેશન્સ બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં બતાવવામાં આવેલ લવ સ્ટોરી કોઈએ ક્યારેય વિચારી નહિ હોય તેવી અનોખી છે, જેમાં અણધાર્યા વળાંકો વર્ણવ્યા છે.”
સોનમ લાંબા અને નિકુંજ મોદી સિવાય ઉર્વશી ચૌહાણ, કલ્પના ગાગડેકર, પ્રશાંત બારોટ, હિના વાર્ડે, ધ્રુવી પટેલ, વૈશાખી શાહ, ગોપાલ બારોટ, જીગ્નેશ મોદી, જયદીપ ગાંગાણી, આશા પંચાલ, જેડી ચાવડા, કુશાલ શાહ, અક્ષિત વ્યાસ, પૂજા પુરોહિત, આશિષ જોશી અને નીરવ દરજી વગેરે પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મની વાર્તા રાજેશ પટેલ, નિકુંજ મોદી, બ્રિજેશ પંચાલ દ્વારા લેખિત છે. સ્ક્રીનપ્લે & ડાયલોગ્સ બ્રિજેશ પંચાલે લખ્યા છે. ફિલ્મના ગીતો નિસર્ગ વ્યાસ, મોહિત મેહતા, મિશલ ભાટિયા દ્વારા લખાયા છે. ફિલ્મનું સંગીત પૂર્વેશ દવે દ્વારા અપાયું છે અને અને તેમની સંગીત ધૂન પર જાવેદ અલી, દેવ નેગી, પૂર્વેશ દવે, ગાથા પોથા વગેરે એ તેમના મધુર અવાજમાં ગીતો ગાયા છે.
ફિલ્મ “વિશ્વાસ્થા” 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ રહી છે તમારા નજીકના સિનેમાઘરોમાં
You may also like
-
ગુજરાતી ફિલ્મ ‘ડમરુ’ને સ્થાનિક સિનેમાઘરોમાં યોગ્ય શો અને સ્ક્રીન ફાળવવા પ્રાદેશિક સિનેમા ટીમ અને નિર્માતાઓની રાજ્ય સરકાર તથા સિનેમા માલિકોને નમ્ર અપીલ
-
લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ગુજરાતી મૂવી ‘તું દુનિયા છે મારી’ હવે આવી રહી છે JOJO એપ પર!
-
‘કિંગ ઓફ સાળંગપુર’: ટીઝર લોન્ચ બાદ પ્રેક્ષકોના જબરદસ્ત પ્રતિસાદને પગલે એક્ઝિબિટર્સ તરફથી ભારે ડિમાન્ડ
-
અંબા’ ફિલ્મનું બીજું ગીત રિલીઝ: લિરિકલ વિડિયોમાં દેખાઈ ટીપ્પણી રાસની અનોખી ઝલક
-
‘દ્વાન પ્રોડક્શન’ની નવી ગુજરાતી ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર એનાઉન્સમેન્ટ, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ થશે રિલીઝ
