- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સહયોગથી લૉ ગાર્ડનના હેપ્પી સ્ટ્રીટ ખાતે યોજાયો ભવ્ય કાર્યક્રમ; પર્યાવરણમિત્ર “બાયોડિગ્રેડેબલ પેન”નું પણ કરાયું લોન્ચિંગ
અમદાવાદ :- પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને હરિયાળા ભવિષ્યના નિર્માણના દ્રઢ સંકલ્પ સાથે ફિંગરટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વિશેષ સહયોગથી “યુનિક વૃક્ષારોપણ” અંતર્ગત 1 લાખ વૃક્ષો વાવવાના મહાઅભિયાનનો આજે લૉ ગાર્ડન સ્થિત હેપ્પી સ્ટ્રીટ ખાતે અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભા મતવિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અમિત શાહ અને અન્ય જાણીતા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના લોકપ્રિય ઇન્ફ્લુએન્સર્સ SP India, કુશલ મિસ્ત્રી, RJ યુવરાજ અને વિધિ શાહ એ પણ ખાસ હાજરી આપી હતી. ફિંગરટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશનના સીઈઓ અને ફાઉન્ડર શ્રી સુનીલ પુરોહિતે માહિતી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણમિત્ર “બાયોડિગ્રેડેબલ પેન”નું પણ વિશેષ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે નાગરિકોમાં ગ્રીન લાઇફસ્ટાઇલ અને ઈકો-ફ્રેન્ડલી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરશે.

આ પ્રસંગે ફિંગરટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશનના સીઈઓ અને ફાઉન્ડર શ્રી સુનીલ પુરોહિતે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમદાવાદને વધુ લીલુંછમ અને સ્વચ્છ બનાવવું એ માત્ર સરકાર કે કોર્પોરેશનની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિક અને સંસ્થાની સામાજિક ફરજ છે. ફિંગરટિપ્સ દ્વારા શરૂ કરવામાં આવેલું 1 લાખ વૃક્ષો વાવવાનું આ મહાઅભિયાન આજના ડિજિટલ અને ટેકનોલોજીના યુગમાં પ્રકૃતિ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રકારની પર્યાવરણીય પહેલથી ચોક્કસપણે શહેરમાં શુદ્ધ હવાનું પ્રમાણ વધશે અને આવનારી પેઢીને સ્વસ્થ, સ્વચ્છ તેમજ ટકાઉ વાતાવરણ મળશે.

આ ભવ્ય કાર્યક્રમમાં પર્યાવરણ અને ગ્રીન ઇનિશિયેટિવ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપીને વૃક્ષારોપણના આ સંકલ્પને સમર્થન આપ્યું હતું. વૃક્ષારોપણની સાથે સાથે શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને ઈકો-ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવા એ આ અભિયાનનો મુખ્ય હેતુ રહ્યો છે.
કાર્યક્રમના અંતે ફિંગરટિપ્સના સીઈઓ અને ફાઉન્ડર શ્રી સુનીલ પુરોહિતે ઉપસ્થિત તમામ લોકોનો આ પર્યાવરણલક્ષી મહાઅભિયાનનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
You may also like
-
ડો. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે સંગીતમય શ્રદ્ધાંજલિ
-
અમદાવાદમાં યોજાયેલા ‘ઓકલ્ટ કોન્ક્લેવ 2026’માં ઈન્ટરનેશનલ ટેરોટ રીડર પુનિતજી લુલ્લા એ ટેરોટ કાર્ડ રીડિંગ અંગે માહિતી આપી
-
અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’ માનવતાના કાર્ય માટે આગળ આવી: ગુલબાઈ ટેકરાના પ્રભાવિત પરિવારોને ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીનું વિતરણ કર્યું
-
જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું 24 જુલાઈએ કર્ણાવતીમાં અભિનંદનચાતુર્માસ મહોત્સવમાં મળશે પાવન સાન્નિધ્ય
-
ધર્મથી સમાજ પરિવર્તન: પૂજ્ય વિરલબાપુએ જાહેર કર્યો અંતિમધામ ટ્રસ્ટનો રાષ્ટ્રીય સંકલ્પ
