અમદાવાદ: અમદાવાદની હોટેલ પ્રેસિડેન્ટ ખાતે મિરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 40મા ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમિટ – “ઓકલ્ટ કોન્ક્લેવ 2026″માં જાણીતા ઈન્ટરનેશનલ સેલિબ્રિટી ટેરોટ કાર્ડ રીડર પુનિત જી. લુલ્લાએ વિશેષ વી.આઈ.પી. અતિથિ તરીકે હાજરી આપી હતી.
આ ભવ્ય કાર્યક્રમમાં ભારતભરમાંથી તંત્ર વિજ્ઞાન, જ્યોતિષ વિદ્યા અને ઉર્જા ક્ષેત્રના વિવિધ ઓકલ્ટ સાયન્સના વિદ્વાનો અને ગુરુજનો એકઠા થયા હતા. આ તમામ અગ્રણી નિષ્ણાતો અને ગુરુજનોની ઉપસ્થિતિ વચ્ચે પુનિત જી. લુલ્લાને પોતાના વિચારો અને આઈડિયા રજૂ કરવાની તક મળી હતી.
કાર્યક્રમ દરમિયાન પુનિત જી. લુલ્લાને તેમની ગૂઢ વિજ્ઞાન (Occult Science) અને ટેરોટ કાર્ડ રીડિંગ ક્ષેત્રે આપેલી ઉત્કૃષ્ટ સેવાઓ બદલ મંચ પર મોમેન્ટો અને ઉપહાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોતાના સંબોધન અને ઉપસ્થિતિ સાથે પુનિતજી લુલ્લાએ વ્યવહારુ અભિગમ સાથે જીવનમાં સકારાત્મક ઉર્જા અને ગૂઢ વિદ્યાના સાચા ઉપયોગ અંગે ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ટેરોટ અને ઓકલ્ટ સાયન્સ માત્ર ભવિષ્યકથન નથી, પરંતુ એ માનવ જીવનને યોગ્ય માર્ગદર્શન આપવાનું અને સકારાત્મક પરિવર્તન લાવવાનું એક શક્તિશાળી માધ્યમ છે.
આ કોન્ક્લેવનું આયોજન શ્રી વાસ્તુ કન્સલ્ટન્સી અને અન્ય જાણીતી જ્યોતિષ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં વિજ્ઞાન અને ગૂઢ વિદ્યાઓનું સુંદર સંયોજન જોવા મળ્યું હતું.
You may also like
-
વીકએન્ડ માટે પરફેક્ટ પિક્ચર: પરિવાર સાથે મનોરંજન માણવા માટે અચૂક જુઓ ‘ચટણી’
-
ઈન્ડિયા આર્ટ ફેર (IAF) EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લોન્ચ થઈ રહી છે, જે શહેરના આર્ટ, ડિઝાઇન અને સ્થાપત્ય (આર્કિટેક્ચર)ના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે
-
ઓડૂ IN ના MD મંતવ્ય ગજ્જરનું કીનોટ વક્તવ્ય: “MSME ક્ષેત્ર માટે બિઝનેસ વિકસાવવાની આ શ્રેષ્ઠ તક”
-
જય સોમનાથ શાળા, મણિનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ૩૦ વર્ષ બાદ રિયુનિયન
-
સરદારધામ દ્વારા ૧,૧૫૦ તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ. ૫ કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ
