વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત અને ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ટ્રેલર આખરે લોન્ચ થઈ ચૂક્યું છે. અગાઉ ફિલ્મનું ટીઝર દર્શકોમાં ભારે કુતૂહલ જગાવી ચૂક્યા છે, ત્યારે હવે આ ટ્રેલરે આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ બમણો કરી દીધો છે. દર્શકોને જકડી રાખતા પાવરફુલ ડાયલોગ્સ અને હાઇ-વોલ્ટેજ એક્શન સિક્વન્સ સાથે આ ટ્રેલર ગુજરાતી સિનેમામાં એક નવો જ માહોલ અને રોમાંચ ઊભો કરે છે.
આ એડવેન્ચર ડ્રામાની સૌથી મોટી ખાસિયત તેની પાવરફુલ સ્ટારકાસ્ટ છે. બોલીવુડના જાણીતા અભિનેતા દીપક તિજોરી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ગુજરાતી સિનેમાના અવ્વલ કક્ષાના કલાકારો ભૌમિક સંપત, જીનલ બેલાણી (જેમણે ફિલ્મની વાર્તા પણ લખી છે), રોનક કામદાર, સંવેદના સુવાલ્કા, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા, ભાવિની જાની, મોરલી પટેલ, પ્રેમલ યાજ્ઞિક, મંથન પલેજા અને અસ્મિત જોશી જેવા કલાકારોનો મોટો કાફલો પડદા પર એકસાથે ધમાલ મચાવતો નજરે પડશે.
ટેકનિકલ દ્રષ્ટિએ આ ફિલ્મ ગુજરાતી સિનેમાને એક વૈશ્વિક સ્તર પર લઈ જવા માટે સંપૂર્ણ તૈયાર છે. ફિલ્મમાં અદભુત સુપર VFX અને અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સાઇકલ સ્ટન્ટ્સ, હાઈ-સ્પીડ ચેઝ સિક્વન્સ અને અદભુત એક્શન સીન્સને VFX ના માધ્યમથી અત્યંત સચોટ અને રોમાંચક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટના શાનદાર દ્રશ્યો અને સ્ક્રીન પર દેખાતી ઉચ્ચ ગુણવત્તાની વિઝ્યુઅલ ટ્રીટ દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.
‘ગેટ સેટ ગો’ ની વાર્તા માત્ર સાઇકલિંગ પૂરતી સીમિત નથી, પરંતુ તે આત્મવિશ્વાસ, સાહસ, ઇમોશન અને ન્યાય માટે લડાતી એક ઉર્જાસભર સફર છે. ફિલ્મમાં અભિનેત્રી જીનલ બેલાણી સહિતના કલાકારો સાઇકલ પર સાહસિક અને આશ્ચર્યચકિત કરી દે તેવા સ્ટન્ટ્સ કરતા જોવા મળે છે. ટ્રેલરમાં “આ બધા હીરોઝ નથી, ક્રિમિનલ્સ પણ નથી પરંતુ ‘ચિરંજીવીઝ’ છે!” જેવા સંવાદો વાર્તાની રહસ્યમયી બાજુ તરફ ઈશારો કરે છે. આ એક્શન-પેક્ડ વિઝ્યુઅલ રાઈડ અનુભવવા માટે હવે દર્શકોમાં 7મી ઓગસ્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
You may also like
-
ગેટ સેટ ગો ફિલ્મની ચિરંજીવી ટીમ સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે, મુખ્યમંત્રીએ ફિલ્મની ટીમ જે રાહતનું કાર્ય કરી રહી છે તેના માટે બિરદાવ્યા
-
નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ
-
ગુજરાતી સિનેમાની હિટ ડ્રામા ફિલ્મ ‘બેહદ’નું 9 જુલાઈથી JOJO એપ પર થશે સ્ટ્રીમિંગ
-
સાઇકલિંગ અને હાઈ-એનર્જી એક્શનથી ભરપૂર ભારતની પ્રથમ ગુજરાતી સાઇકલ હાઇસ્ટ ફિલ્મ ‘ગેટ સેટ ગો’ નું ટીઝર રિલીઝ
-
ગુજરાતી સિનેમાની પ્રથમ ફોક-થ્રિલર ‘કડકનાથ’ મસ્ટ-વોચ ફિલ્મ : બોલિવૂડની ‘વેલકમ ટુ ધ જંગલ’ ની સામે દર્શકોએ આ ગુજરાતી કન્ટેન્ટને વધાવ્યું
