અમદાવાદ: દેશભરના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને એક મજબૂત બિઝનેસ પ્લેટફોર્મ પૂરું પાડતી અગ્રણી સંસ્થા વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક (VBN) દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તેના બહુપ્રતિક્ષિત અને ભવ્ય ‘જૂનાગઢ ચેપ્ટર’ નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રતિષ્ઠિત ‘એકા ક્લબ’ (લેક ગેટ-૩) ખાતે ૨૭ મે, ૨૦૨૬ના રોજ સવારે ૦૭:૩૦ વાગ્યે આ ભવ્ય લોન્ચિંગ સમારોહ યોજાયો હતો. આ લોન્ચિંગનો મુખ્ય ઉદ્દેશ્ય બિઝનેસ નેટવર્કિંગનો વ્યાપ વધારવાનો તેમજ “C = Culture (સંસ્કૃતિ), P = Professionalism (વ્યવસાયિકતા) અને J = Joy (આનંદ-સંબંધો)” ના મૂળ મંત્રો સાથે વેપારીઓને પરસ્પર સહયોગથી આગળ વધારવાનો છે. ‘સાથે મળીને મજબૂત બનીએ, સાથે મળીને પ્રગતિ કરીએ’ ના સૂત્ર સાથે જૂનાગઢ ચેપ્ટરની સમગ્ર ટીમ આ ગ્રાન્ડ ઓપનિંગ માટે અત્યંત ઉત્સાહિત જોવા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં અગ્રણી ઉદ્યોગપતિઓ અને આમંત્રિત વિઝિટર્સે હાજરી આપી હતી.
આ ભવ્ય લોન્ચિંગ પ્રસંગે સંસ્થાના ગવર્નિંગ અને રીઝનલ ટીમના તમામ મુખ્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં VBN ગવર્નિંગ ટીમના પ્રેસિડેન્ટ ચિત્રાંગ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ શાહ અને સેક્રેટરી-ટ્રેઝરર જીજ્ઞેશ શાહ દ્વારા નવનિયુક્ત ટીમને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ ઇવેન્ટને સફળ બનાવવા માટે અમદાવાદ રીઝનલ ટીમમાંથી પ્રેસિડેન્ટ નિહાલ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ સાગર શાહ અને સેક્રેટરી ટ્રેઝરર અંકિત શાહ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહીને વ્યાપારી નેટવર્કિંગને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

આ સમારોહમાં VBN જૂનાગઢ ચેપ્ટરની નવી મેનેજમેન્ટ ટીમના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરીને તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. આ નવી ટીમમાં પ્રમુખ (President) તરીકે ડો. અમી શાહ, ઉપપ્રમુખ (Vice President) તરીકે હિતાર્થ પરીખ અને સેક્રેટરી ટ્રેઝરર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ચેપ્ટરના સંચાલનને વેગ આપવા માટે લીડ VGD તરીકે અશિત શાહ તેમજ લીડ ઇવેન્ટ મા દર્શન શાહ અને ઉત્સવ શાહ, સપોર્ટ ડેલિગેટ તરીકે સૌરિન શાહ અને વિવેક શાહ ઉત્સાહભેર જવાબદારી સંભાળી રહ્યા છે.
આ સમગ્ર લોન્ચિંગ પ્રક્રિયા અને નેટવર્કિંગ ઇવેન્ટને સફળ બનાવવામાં અમદાવાદ રીઝન VGD ટીમનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હતો. જેમાં પ્રણવ પારેખ, કૃતિ નાગોરી, કેતન શાહ, ભાવેશ શેઠ, પુષ્પક શાહ, પ્રિયંક શાહ અને જીજ્ઞેશ ગાંધીએ અને આખી ઇવેન્ટ ટીમ એ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ ઇવેન્ટમાં બિઝનેસ ઓબ્ઝર્વર્સ અને વિઝિટર્સ તરીકે હાજર રહેલા સેંકડો સ્થાનીય વેપારીઓએ વ્યાપારિક આદાન-પ્રદાન કર્યું હતું. નવનિયુક્ત જૂનાગઢ મેનેજમેન્ટ ટીમે પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ નવું ચેપ્ટર આગામી દિવસોમાં અમદાવાદ ના ઉદ્યોગસાહસિકોના વેપારને એક નવી ઊંચાઈએ લઈ જવામાં માઇલસ્ટોન સાબિત થશે.
You may also like
-
નારાયણી હાઇટ્સ ખાતે એસએનએસ કલિનરી ગ્રુપ ના ગરબા મહોત્સવમાં ઇન્ટરનેશનલ સેલિબ્રિટી ટેરોટ રીડર પુનિતજી લુલ્લા નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યાં
-
ક્રિષ્ના શેલ્બી હેલ્થ સિમ્પોઝિયમમાં 1,000થી વધુ લોકો જોડાયા, દક્ષિણ-પશ્ચિમ અમદાવાદ સાથે આરોગ્યસેવાનો સંપર્ક વધુ મજબૂત
-
ગુજરાતની વિસરાતી જતી લોકકળા અને સંસ્કૃતિના જતન માટે ‘હાલરડા અને લગ્ન ગીતો’ની શિબિર યોજાઈ
-
રાધે ઇવેન્ટ્સ દ્વારા મંડળી, લાઇવ પર્ફોર્મન્સ અને વ્યાજબી પાસ દર સાથે ‘રાધે રાસ નવરાત્રી 2026’ની જાહેરાત; અમદાવાદમાં જામશે ગરબાનો રોમાંચ
-
ગુજરાતમાં લાયન્સની ૭૦ વર્ષની સેવાયાત્રાની ઉજવણીમાં ડૉ. નઈમ સિરાજુદ્દીન તિરમિઝીનું સન્માન
