- 27 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલ ગુજરાતી ફિલ્મ “શક્તિ”નું ટ્રેલર લોન્ચ કરાયું
ગુજરાત : ગુજરાતી સિનેમા જગતમાં એક નવો ઇતિહાસ રચવા અને સામાજિક જાગૃતિનો મજબૂત સંદેશ ફેલાવવા માટે ફિલ્મ ‘શક્તિ’ આગામી 27 ફેબ્રુઆરીના રોજ મોટા પડદે રિલીઝ થવા જઈ રહી છે. ફિયરલેસ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી અને ભાવિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ટ્રેલરમાં મહિલાઓના આત્મસન્માન અને તેમના અદમ્ય સાહસની ઝલક જોવા મળે છે, જે પ્રેક્ષકોને આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત કરી રહી છે.
આ ફિલ્મની સૌથી મોટી સિદ્ધિ એ છે કે રિલીઝ પહેલા જ તેને પ્રતિષ્ઠિત ‘જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (JIFF) 2026’ માં સત્તાવાર નોમિનેશન પ્રાપ્ત થયું છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગર્વની ક્ષણ છે અને ફિલ્મની ગુણવત્તા પર મહોર મારે છે. ફિલ્મના પોસ્ટરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મમાં સામાજિક કુરીતિઓ સામેનો આક્રોશ આ ફિલ્મમાં જોવા મળશે, જે સૂચવે છે કે આ માત્ર એક ફિલ્મ નથી પરંતુ અન્યાય સામે લડતી મહિલાઓની વાર્તા છે.
સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, જાણીતી અભિનેત્રી મોના થીબા કનોડિયા આ ફિલ્મમાં એક પાવરફુલ ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ચેતન દૈયા, દિનેશ લાંબા અને શ્રી કાકડે જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વના રોલમાં નજર આવશે. નિલેશ સખીયા અને હસમુખ રામાણી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં પૂર્વેશ દવેનું સંગીત અને પ્રહલાદ કે.ની સિનેમેટોગ્રાફી છે. ભાવિન ત્રિવેદી અને બ્રિજેશ પંચાલ દ્વારા લિખિત આ વાર્તા દરેક વર્ગના પ્રેક્ષકોને જકડી રાખવામાં સફળ રહેશે તેવું જણાય છે.

અભિનેત્રી મોના થીબા કનોડિયા એ જણાવ્યું હતું કે, “ભાવિન ત્રિવેદી જે એક એવોર્ડ વિનર ડિરેક્ટર છે, તેમની ફિલ્મમાં કામ કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. આ ફિલ્મમાં મેં પહેલીવાર નો મેકઅપ લુકમાં અભિનય કર્યો છે, જે મારા માટે એક તદ્દન નવો અનુભવ હતો. મેં અત્યાર સુધી ઘણી ફિલ્મો કરી છે, પરંતુ આ ફિલ્મમાં કામ કરીને મને જે સંતોષ અને અનુભૂતિ થઈ છે તે ખૂબ જ અનોખી છે. અમે આ ફિલ્મ ‘શક્તિ’ ખૂબ જ પ્રેમ અને મહેનતથી બનાવી છે અને મને આશા છે કે પ્રેક્ષકો અમને આશીર્વાદ અને પ્રેમ આપશે.”
નિર્દેશક ભાવિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મની વાર્તા આપણા જ રાજ્યની અને આપણા સમાજની છે. આ સંપૂર્ણ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણ પર આધારિત છે. સામાન્ય રીતે આવી ફિલ્મોના વિષય પર કામ કરવું ખૂબ જ કઠિન હોય છે, પરંતુ એક લેખક તરીકે મારા મનમાં આ વિષય લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આશરે બે-ત્રણ વર્ષના રિસર્ચ અને મહેનત બાદ આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ છે અને સારા નિર્માતાઓ મળતા જ અમે આ પ્રોજેક્ટને સાકાર કર્યો છે. હું પ્રેક્ષકોને એટલી જ વિનંતી કરીશ કે જ્યારે આવા સામાજિક વિષયો પર ફિલ્મો બને છે, ત્યારે અમને પૂરતો સપોર્ટ કરો.”
આ ફિલ્મ સ્ત્રી શક્તિ અને સંગઠનની તાકાત પર આધારિત છે, જે સમાજની ગંભીર કુરીતિઓ જેમ કે શોષણ સામે અવાજ ઉઠાવે છે. આ આધુનિક યુગમાં નારી કઈ રીતે લડત આપી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ‘શક્તિ’ માં જોવા મળશે. સમગ્ર ગુજરાતમાં 27 ફેબ્રુઆરીથી આ ફિલ્મ નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે દર્શકોને એક યાદગાર અનુભવ પૂરો પાડશે.
Trailer Link :- https://www.youtube.com/watch?v=Ktljfy0lsps
You may also like
-
ગુજરાતી સિનેમાની હિટ ડ્રામા ફિલ્મ ‘બેહદ’નું 9 જુલાઈથી JOJO એપ પર થશે સ્ટ્રીમિંગ
-
સાઇકલિંગ અને હાઈ-એનર્જી એક્શનથી ભરપૂર ભારતની પ્રથમ ગુજરાતી સાઇકલ હાઇસ્ટ ફિલ્મ ‘ગેટ સેટ ગો’ નું ટીઝર રિલીઝ
-
ગુજરાતી સિનેમાની પ્રથમ ફોક-થ્રિલર ‘કડકનાથ’ મસ્ટ-વોચ ફિલ્મ : બોલિવૂડની ‘વેલકમ ટુ ધ જંગલ’ ની સામે દર્શકોએ આ ગુજરાતી કન્ટેન્ટને વધાવ્યું
-
માં કૃપા ફિલ્મ્સ ની આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’ નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ: સેટ પર કલાકારો અને ટીમ મેમ્બર્સે કેક કાપીને કરી શાનદાર ઉજવણી
-
એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી JOJO એપ પર થશે સ્ટ્રીમ!
