- ત્રણ મહિનાના આ દેશવ્યાપી અભિયાન હેઠળ 40થી વધુ શહેરોમાં, 80થી વધુ લોકેશન્સ પર મેનૂની 21 નવી વાનગીઓનું પરીક્ષણ કરાશે
- ભારતમાં ટિકિટના ખર્ચ સામે F&B નો ખર્ચ હાલમાં 50-55% છે, જે વૈશ્વિક સરેરાશ 100%ની સરખામણીએ વૃદ્ધિ માટે મોટી તકો દર્શાવે છે.
7 જાન્યુઆરી, 2026: સિનેપોલિસ ઇન્ડિયાએ આજે ‘બ્લોકબસ્ટર ફૂડ ફેસ્ટિવલ’ (BFF) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ત્રણ મહિનાનું અભિયાન 1 જાન્યુઆરી, 2026થી દેશભરના તમામ સિનેપોલિસ સિનેમાઘરોમાં શરૂ થઈ ચૂક્યું છે. આ પહેલ હેઠળ મેનૂની 21થી વધુ નવી વાનગીઓનું પરીક્ષણ કરવામાં આવશે, અને જે વાનગીઓ ગ્રાહકોને સૌથી વધુ પસંદ આવશે, તેને ફેસ્ટિવલના અંતે કાયમી ધોરણે ‘FOOVIES’ મેનૂમાં સામેલ કરવામાં આવશે.
આ પ્રસંગે સિનેપોલિસ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દેવાંગ સંપત જણાવ્યું હતું કે, “અમારી કુલ આવકમાં ખાણીપીણીનો હિસ્સો અત્યારે 30 ટકા છે, પરંતુ આ તો માત્ર શરૂઆત છે. હવે પ્રેક્ષકો ફૂડને માત્ર નાસ્તા તરીકે નહીં, પણ સિનેમાના અનુભવના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે જોઈ રહ્યા છે. બ્લોકબસ્ટર ફૂડ ફેસ્ટિવલ દ્વારા અમને જાણવા મળશે કે મોટા પાયે લોકોને શું પસંદ આવી રહ્યું છે. ત્રણ મહિનાના અંતે, જે વાનગીઓ અમારા ગ્રાહકોને ગમશે તેને અમે કાયમી રાખીશું. ‘FOOVIES’નો અભિગમ જ આ છે: નવીનતા લાવો, ગ્રાહકોને સાંભળો અને તેમની પસંદગી મુજબ મેનૂ તૈયાર કરો.”
આ અભિયાન ‘FOOVIES’નો આગામી તબક્કો છે, જે સિનેપોલિસ ઇન્ડિયાનું ફૂડ-એન્ડ-મૂવીઝ પ્લેટફોર્મ છે. 41 શહેરોમાં 491 સ્ક્રીન્સ ધરાવતું સિનેપોલિસ તેના આ વિશાળ નેટવર્કનો ઉપયોગ મેનૂમાં નવીનતા લાવવા અને ગ્રાહકોના રિયલ-ટાઇમ પ્રતિસાદ મેળવવા માટે કરી રહ્યું છે.
ભારતમાં મૂવી ટિકિટના ખર્ચની સરખામણીએ ખાણીપીણી પર થતો ખર્ચ હાલમાં 50-55% છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ પ્રમાણ 100% છે. આ તફાવત દર્શાવે છે કે આ ક્ષેત્રમાં હજુ વૃદ્ધિની ઘણી શક્યતાઓ છે, અને સિનેપોલિસ મેનૂમાં સતત નવા પ્રયોગો કરીને આ ગેપ ઘટાડવા માંગે છે.
મેનૂની ખાસિયતો: ‘બ્લોકબસ્ટર ફૂડ ફેસ્ટિવલ’માં દેશી ચિકન કીમા કુલચા, હોટ ગાર્લિક કુરકુરે મોમોઝ અને દાળ વડા ટીક્કી જેવી પ્રાદેશિક વાનગીઓ સાથે પોટેટો બોમ્બ અને પીનટ બટર ચીઝકેક જેવી નવી આઇટમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ચાલનારા આ ફેસ્ટિવલમાં દર મહિને મેનૂ બદલાતું રહેશે અને નવી વાનગીઓ ઉમેરવામાં આવશે.
You may also like
-
ઓડિશામાં કથિત જમીન કૌભાંડ: JSW, સેફ્રોન અને લેન્કો ડીલની SEBI તપાસ માટે ગ્રામીણ લોકોની માંગ; રોકાણકારો સાથે છેતરપિંડી અને જાહેર નુકસાનની ચેતવણી
-
આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશનના આઇલીડ (ILEAD) દ્વારા ‘ફિઝિકલ વેલ્યુ-એડિંગ સેશન’નું આયોજન કરાયું
-
LIBF એક્સ્પો 2026: મુંબઈમાંવૈશ્વિકબિઝનેસ, તકઅનેસહકારનુંખુલ્લુંમંચ (30 જાન્યુઆરી–1 ફેબ્રુઆરી)
-
‘લાલો’ ફિલ્મની ટીમનો સન્માન સમારોહ: સિતારા અને ફિલ્મ ‘લાલો’ના મેકર્સે ગુજરાત ફિલ્મ સિટીને વિકસાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો
-
મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સક્ષમતા પ્રત્યે તેની કટિબદ્ધતાને મજબૂત બનાવતાં તેના નડિયાદ પ્લાન્ટમાં 4 મેગાવૉટ સોલાર પાવર પ્રોજેક્ટનો આરંભ કરાયો
