ગુજરાતમાં યુવા પ્રતિભાને પ્રેરિત કરતો વિશેષ ડાન્સ વર્કશોપ: કોરિયોગ્રાફર કેયુર વાઘેલા સાથે શિવાય પ્રોડક્શન દ્વારા આયોજિત

અમદાવાદ: શિવાય પ્રોડક્શન (Sshivay Production) દ્વારા અમદાવાદમાં પ્રખ્યાત યુવા કોરિયોગ્રાફર કેયુર વાઘેલા સાથે વિશેષ ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ નવરંગપુરા ખાતે આવેલ ધ લિંક, 504, વિજય ક્રોસ રોડ પર આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ડાન્સપ્રેમીઓને હિપ-હોપ, કંટેમ્પરરી, ફ્યુઝન, બૉલીવુડ, ગરબા, ફ્રીસ્ટાઈલ અને બ્રેક-ડાન્સ જેવી વિવિધ ડાન્સ સ્ટાઈલ્સ શીખવાની તક મળી. આ ડાન્સ વર્કશોપની વધુ માહિતી માટે +91 75678 41235 પર સંપર્ક કરી શકાય છે. ડાન્સ વર્કશોપ વિશે વધુ માહિતી શિવાય પ્રોડક્શનના ફાઉન્ડર ચિરાગ શર્મા અને શિવાય પ્રોડક્શનના કો- ફાઉન્ડર શ્વેતા શેટ્ટી દ્વારા વધુ માહિતી  આપવામાં આવી હતી અને કોરિયોગ્રાફર કેયુર વાઘેલાએ વિવિધ ડાન્સ- સ્ટાઈલ અને તેમની સફર અંગે જાણકારી આપી.

શિવાય પ્રોડક્શનના ફાઉન્ડર ચિરાગ શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,” આ વર્કશોપ અમદાવાદ પછી ગુજરાતના અન્ય મુખ્ય શહેરો મોરબી, રાજકોટ, ભાવનગર, બોટાદ, જામનગરમાં પણ  આયોજિત થઇ રહ્યું છે. ડાન્સ ફક્ત કલાની અભિવ્યક્તિ નથી, પરંતુ યુવાનોમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સર્જનાત્મકતા વિકસાવતું શક્તિશાળી માધ્યમ છે. કેયુર વાઘેલા જેવા પ્રતિભાશાળી કોરિયોગ્રાફર સાથેનો આ વર્કશોપ સમગ્ર ગુજરાતના નૃત્યપ્રેમીઓ માટે એક અનોખો અવસર છે. અમારો ધ્યેય દરેક યુવાનને પ્રોફેશનલ ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવાનું છે.”

ઉલ્લેખનીય છે કે શિવાય પ્રોડક્શન પ્રોફેશનલ એક્ટિંગ ડાન્સિંગ મોડલિંગ ઇન્સ્ટિટ્યૂટ પૂરી પાડે છે. તેમણે એમ પણ કહ્યું કે અમે એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશવા માટે સ્ટેજ પૂરો પાડીએ છીએ. શિવાય પ્રોડક્શન તેના માટે નેશનલ અને ઇન્ટરનેશનલ ટ્રેનર્સ પૂરા પાડે છે. શિવાય પ્રોડક્શન ફિલ્મો બનાવવા, શોર્ટફિલ્મ પોડકાસ્ટ અને વર્કશોપ પણ પ્રદાન કરે છે. આ સાથે જ ઓટીટી પ્લેટફોર્મ વર્ક, વેબ સિરીઝ અને કાસ્ટિંગ ડિટેઈલ્સ પણ શિવાય પ્રોડક્શન આપે છે.

કેયુર વાઘેલાની ડાન્સજર્ની ખૂબ પ્રેરણાદાયક છે. રાજકોટના વતની અને સેલ્ફ- ટ્રેઈન્ડથી ઘડાયેલા કેયુર આજે 85થી વધુ એવોર્ડ મેળવી ચૂક્યા છે અને નેશનલ- ઈન્ટરનેશનલ સ્ટેજ પર ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. YouTube પરથી વિડિઓઝ જોઇને શરૂ થયેલી તેમની સીમ્પલ ટ્રેનિંગ તેમને “ડાન્સ+3”, “ડાન્સ દીવાને”, “નાચ મારી સાથે” તથા મનીલામાં યોજાયેલા “યોર મોમેન્ટ” જેવા શોઝ સુધી પહોંચાડ્યા હતા. 2018ના વર્લ્ડ ડાન્સ કપ–હિપ-હોપ ડિવિઝનમાં તેમની જીત અને 2021ના વર્લ્ડ ઓફ ડાન્સ માટેના ભારતીય ક્વોલિફાયર તરીકેની પસંદગી તેમના પ્રતિભાને વિશિષ્ટ ઊંચાઈ આપે છે.

તાજેતરના વર્ષોમાં તેમની આંતરરાષ્ટ્રીય સફર વધુ તેજ બની છે. 2024માં તેઓ ડાન્સ દીવાને યુ કે ઓડિશન્સ  જીત્યા બાદ ભારતના મંચ પર માધુરી દિક્ષિત અને સુનિલ શેટ્ટી સમક્ષ પરફોર્મ કરવાનો ગૌરવ મેળવ્યો હતો. યુકે ટૂર દરમિયાન સુપરહિટ કલાકાર કરણ ઔજલા સાથે પસંદ થયેલા માત્ર ચાર ડાન્સરોમાં તેઓ એક હતા. 2024માં સ્વિટ્ઝર્લૅન્ડમાં વર્લ્ડ ઓફ ડાન્સ ફાઇનલિસ્ટ બન્યા બાદ 2025માં લન્ડનમાં યોજાયેલા વર્લ્ડ ઓફ ડાન્સમાં વિશ્વના ટોચના ડાન્સરોમાં 4થું સ્થાન પ્રાપ્ત કરવું તેમના કારકિર્દીનું વિશાળ સિદ્ધિચિહ્ન છે.ફિલ્મ જગતમાં પણ તેમની આગેવાની સતત વધી રહી છે, અબીર ગુલાલ, સરદારજી 3 અને મસ્તી 4 જેવી ફિલ્મોમાં તેઓ ડાન્સર તરીકે કામ કરી ચૂક્યા છે. ડાન્સ સાથે તેઓએ મેકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ઈ. પૂર્ણ કરી છે અને હાલમાં યુકેમાં એમબીએ કરે છે, કલા અને શિક્ષણ બંને ક્ષેત્રે આટલી પ્રતિબદ્ધતા તેમને અનોખા બનાવે છે.કેયુરની ક્રિયેટિવિટી, સકારાત્મક દ્રષ્ટિ, સંગીતનું અનોખું ઇન્ટરપ્રેટેશન અને આધ્યાત્મિક જોડાણ તેમને માત્ર ઉત્તમ પરફોર્મર નહીં, પરંતુ પ્રેરણાદાયક મેન્ટર બનાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રિય સ્તરે સફળતા મેળવી છે. પોતાના કાર્યપ્રેમ, મહેનત અને ધ્યેય પ્રત્યેની અડગ શ્રદ્ધાથી કેયુર આજે લાખો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *